Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એરપોર્ટ પર પુષ્પ પાથરી આવકાર, ખાવડી સુધી આતશબાજી, વૈભવી કારમાં પ્રસ્થાનઃ આજે સંભવતઃ દ્વારકામાં કાળિયા ઠાકોરને શિશ નમાવશેઃ લગ્ન જેવો માહોલ
ભારતના ટોચના ઉદ્યોગગૃહ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશભાઈ અંબાણી તથા નિતાબેન અંબાણીના સુપુત્ર અનંત અંબાણીનો લગ્ન પ્રસંગ, રીસેપ્શન વગેરે ધમધૂમથી સંપન્ન થયા પછી નવયુગલ અનંત અને રાધિકાનું જામનગર સ્થિત રિલાયન્સના પ્રીમાઈસીસમાં આગમન થયું હતું. ખાસ શણગારેલી લક્ઝરીયસ મોટરકારમાં નવદંપતીનું આગમન થતાં પરંપરાગત વેશભુષામાં સજ્જ કલાકારો દ્વારા ઢોલ-નગારા-શરણાઈથી તેમનું ભવ્ય અને ભભકાદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લગ્ન પ્રસંગની ઉજવણી જેવો માહોલ સર્જાઈ ગયો હતો. ગઈકાલે રાત્રે ચાર્ટર પ્લેન મારફતે જામનગરના એરપોર્ટ પર રાત્રિના ૧૧ વાગ્યે આવી પહોંચ્યા ત્યારે બન્નેનું પુષ્પવૃષ્ટિ કરીને ભવ્ય સ્વાગત કરાયું હતું. અંબાણી પરિવાર તથા રિલાયન્સ સંકુલના પરિવારની બાળાઓ દ્વારા ઈંઢોણી અને કળશ સાથે સામૈયું કરવામાં આવ્યું હતું. ત્યારપછી એરપોર્ટની બહારના ભાગમાં ભવ્ય આતશબાજી કરાઈ હતી. તેઓ મોટર માર્ગે જામનગરથી મોટી ખાવડી પહોંચ્યા દરમિયાન રસ્તામાં પણ ઠેર ઠેર આતશબાજી કરવામાં આવી હતી. તેઓ જ્યારે રિલાયન્સ કંપનીના રિલાયન્સ ગ્રીન્સએરિયામાં પ્રવેશ કરતા હતાં ત્યારે ત્યાં પણ રિલાયન્સ સાથે જોડાયેલા અન્ય પરિવારજનોએ બન્નેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. અનંત અંબાણી અને રાધિકા અંબાણી કે જેઓએ રાત્રે રોકાણ રિલાયન્સ ગ્રીન્સમાં જ કર્યું હતું. દરમિયાન આજે તેઓ સંભવતઃ દ્વારકાના જગત મંદિરે કાળિયા ઠાકોરને શિશ નમાવવા માટે દર્શનાર્થે જાય તેવા અહેવાલો મળી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial