Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સરકાર સમક્ષ થયેલી માંગણી મુજબ આગામી બજેટમાં જાહેરાત થઈ શકે છેઃ
નવી દિલ્હી તા. ૧૭: દેશમાં સોનાનો ભાવ એકસરખો રાખવા તૈયારી થઈ રહી છે. વન નેશન વન રેટ હેઠળ ભાવ નક્કી કરવામાં આવે તેવી કેન્દ્ર રસકાર સમક્ષ કરવામાં આવેલી માંગણી પર વિચારણા થઈ રહી હોવાના અહેવાલો છે. આ અંગે બજેટમાં જાહેરાત થઈ શકે છે.
સમગ્ર દેશમાં સોનાના ભાવમાં તફાવત જોવા મળતો હોય છે, તે તફાવત દૂર કરીને એકસરખો ભાવ સોના-ચાંદીનો હોય તે માટેની કવાયત કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, તેમજ આગામી કેન્દ્રિય બજેટમાં તેની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા રહેલી છે.
આ માટે દેશભરના જ્વેલર્સ સાથે બેઠક કરીને તે બાબતે ચર્ચા-વિચારણા પણ કરવામાં આવી રહી છે. તેના કારણેસ્ સોના-ચાંદીના ભાવ વન નેશન વન રેટ હેઠળ એક સરખા જ રહે તેવી જાહેરાત કરવામાં આવે તેવી પણ સંભાવનાઓ રહેલી છે.
સોના પર હાલમાં ૧ર.પ૦ ટકા કસ્ટમ ડ્યુટી અને ર.પ૦ ટકા એગ્રીકલ્ચર સેસ હોવાના લીધે ૧પ ટકા ટેક્સ વસૂલ કરવામાં આવે છે. આ ઉપરાંત રાજ્યના જ્વેલર્સ અને બુલિયનના કમિશન અલગ અલગ હોવાના લીધે દેશના તમામ રાજ્યમાં સોના-ચાંદીના ભાવમાં તફાવત જોવા મળતો હોય છે. આ તફાવત દૂર કરવા માટે છેલ્લા કેટલાય સમયથી જ્વેલર્સ દ્વારા માંગણી કરવામાં આવી રહી હતી. તે માંગણીના અનુસંધાને આગામી દિવસોમાં રજૂ કરવામાં આવનાર કેન્દ્રિય બજેટમાં વન નેશન વન રેટ હેઠળ સોના-ચાંદીના ભાવ સમગ્ર દેશમાં એકસમાન રહે તેવી જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી છે.
સોના-ચાંદીના ભાવમાં તફાવત હોવાના કારણે જ્વેલર્સ દ્વારા જ્યારે દાગીના તૈયાર કરીને વેંચવામાં આવે ત્યારે રાજ્ય પ્રમાણે ભાવમાં તફાવત જોવા મળતો હોય છે. આ તફાવતને કારણે તેઓના વેપાર પર પણ સીધી અસર જોવા મળતી હોય છે. તેમાં પણ મોટા જ્વેલર્સને ત્યાં પણ ભાવમાં ખાસ્સો તફાવત હોવાના લીધે મોટાભાગના લોકો નાના જ્વેલર્સના બદલે મોટા જ્વેલર્સને ત્યાંથી જ ખરીદી કરતા હોય છે. આ તમામના ભાવ સરખા કરી દેવામાં આવે તો વેપાર પર અસર ઓછી પડે તેવી શક્યતા હોવાના લીધે ભાવ એકસરખા કરવા માટેની માંગણી કરવામાં આવી રહી છે.
જ્વેલર્સ દ્વારા જ્યારે દાગીનાનું વેંચાણ કરવામાં આવે ત્યારે મોટાભાગે ૧૮, ર૦ અને રર કેરેટના જ દાગીનાનું વેંચાણ થતું હોય છે. તેમાં પણ દાગીનાની ડિઝાઈન પ્રમાણે તફાવત જોવા મળતો હોય છે. ત્યારપછી ગ્રાહકો સાથેના સંબંધોના આધારે તેમાં વધારો-ઘટાડો કરી આપવામાં આવતો હોય છે. હકીકતમાં જ્વેલર્સને મજૂરીના દર અને સોનાના ભાવમાં તફાવતની જ રકમમાંથી કમાણી થતી હોવાનું જાણકારો કહી રહ્યા છે.
સોનાના ભાવ મલ્ટિ કોમોડીટી એક્સચેન્જ (એમસીએક્સ) માં જે ભાવ ખૂલે તેના આધારે સોનાના માંગ તેની સામે કેટલું સોનું આવ્યું છે. વૈશ્વિક માર્કેટ અને ફૂગાવા સહિતની બાબતોને ધ્યાને રાખીને ભાવ નક્કી કરવામાં આવતો હોય છે, જ્યારે જે તે રાજ્યના જ્વેલર્સના કમિશનર દર નક્કી કરીને જે તે શહેરમાં ભાવ બહાર પાડવામાં આવતા હોય છે. તેના લીધે સોનાના ભાવમાં રાજ્યના મોટા શહેરોમાં પણ તફાવત જોવા મળતો હોય છે. તેના લીધે જ જ્યારે ગ્રાહક સોનાની ખરીદી કરવા જાય ત્યારે એક જ રાજ્યના અલગ અલગ શહેરોમાં અલગ અલગ ભાવ હોવાની પણ શક્યતા રહેલી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial