Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા આમ આદમી પાર્ટીની યોજાઈ કાર્યકર્તાઓની 'મિશન વિસ્તાર' મિટિંગ

પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની ઉપસ્થિતિમાં

ખંભાળિયા તા. ૧૭: આમ આદમી પાર્ટી દ્વારા 'મિશન વિસ્તાર' કાર્યક્રમ અંતર્ગત સમગ્ર જિલ્લાના કાર્યકરો તથા હોદ્દેદારોની ખાસ બેઠક યોજાઈ હતી.

આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી તથા નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલભાઈ ઈટાલિયા, સંગઠન મંત્રી મનોજભાઈ સોરઠિયા તથા પ્રદેશ જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતાં.

આગામી સમયમાં યોજાનાર નગરપાલિકા, તાલુકા તથા જિલ્લા પંચાયતોની ચૂંટણીઓ અંગે ખાસ ચર્ચા સાથે લડતનું આયોજન કરવામાં આવ્યું હતું. સંગઠનનો વ્યાપ વધારવા માર્ગદર્શન આપ્યું હતું.

ભાજપની વર્તમાન સરકાર પર આકરા પ્રહારો સાથે હાલમાં જનતાના જુદા જુદા પ્રશ્નો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મિટિંગમાં દ્વારકાના સમગ્ર જિલ્લાના હોદ્દેદારો હાજર રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh