Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અન્ડર ટ્રાયલ રિવ્યુ કમિટીએ લીધી જેલની મુલાકાતઃ
જામનગર તા. ૧૭: જામનગરની જેલમાં રહેલા દેવભૂમિ દ્વારકા જિલ્લાના અન્ડર ટ્રાયલ ૧૨ આરોપી અંગે અન્ડર ટ્રાયલ રિવ્યુ કમિટી દ્વારા રેકમેન્ડેસન કરાયુું હતું.
જેલમાંથી કેદી, આરોપીની સંખ્યામાં ઘટાડો થાય અને ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ ઝડપી બને તે હેતુથી સુપ્રિમ કોર્ટે દ્વારા અન્ડર ટ્રાયલ રિવ્યુ કમિટી (યુટીઆરસી)ની રચના કરવા અંગેના નિર્દેશ અનુસાર નેશનલ લીગલ સર્વિસીસ ઓથોરિટી દ્વારા સ્થાપિત સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસીઝર મુજબ દર ત્રણ મહિનાના અંતે યુટીઆરસીની મિટિંગનું આયોજન કરવા નિર્દેશ આપવામાં આવ્યો છે.
ગુજરાત હાઈકોર્ટના જજ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળના એક્ઝિક્યુટિવ ચેરમેન જસ્ટિસ બિરેન વૈષ્ણવ, મેમ્બર સેક્રેટરી આર.એ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાતમાં કવાર્ટરલી યુટીઆરસી મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે.
તે અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ચેરમેનના અધ્યક્ષસ્થાને યુટીઆરસીની રચના કરાઈ છે. જેમાં જિલ્લા કલેક્ટર, ડીએલએસએના સેક્રેટરી (કો. ઓર્ડીનેટર), જિલ્લા પોલીસ અધિક્ષક, મુખ્ય જિલ્લા સરકારી વકીલ, જેલ અધિક્ષક સભ્યો છે. કમિટી દ્વારા ત્રિ-માસિક મિટિંગનું આયોજન કરી નાલ્સાની સ્ટાન્ડર્ડ ઓપરેટીંગ પ્રોસિઝર મુજબ જુદી જુદી ૧૪ કેટેગરીમાં સમાવેશ થતાં આરોપી, કેદીઓ ત્વરીત જેલમુક્ત થાય તેવી કાર્યવાહી કરવા માટે કાનૂની સહાયતા આપી જે તે આરોપી-કેદીની જામીન અરજી નામદાર હાઈકોર્ટ સુધી થઈ શકે તે માટે ડીએલએસએ દ્વારા લીગલ એઈડ પૂરી પાડવા પરિણામ લક્ષી કાર્યવાહી કરવામાં આવે છે. મોડલ ઈ પ્રિઝન મોડ્યુલ, જેલ સુધારણા અંતર્ગત ડીએલએસએ દ્વારા પાકા કામના કેદીઓમાંથી પીએલવી નિમવામાં આવેલા છે. તેમજ એક રિટાયર્ડ સરકારી કર્મચારીને પીએલવી તરીકે નિમણૂક કરવામાં આવી છે તે દર અઠવાડીયે જેલ વિઝીટ કરે છે તેમજ એલએડીસીમાં ફરજ બજાવતા આસીસ્ટન્ટ એલએડીસી પણ આ સુધારા અંતર્ગત નિયુક્ત કરાયા છે.
આ વર્ષની સેકન્ડ કવાર્ટરની યુટીઆરસી કેમ્પેન માટે સૌપ્રથમ ડીએલએસએ દ્વારા જેલ વિઝીટીંગ વકીલ તથા પીએલવીને કેમ્પેન બાબતે સેન્સેટાઈઝ કરી જામનગરની જિલ્લા જેલમાં રહેલા દ્વારકાના આરોપીને આ કેમ્પેન બાબતે માહિતગાર કરી તેમની પ્રાથમિક માહિતી એકઠી કરી હતી. ત્યારબાદ તા.૯-૭-૨૪ ના ડીએલએસએ દ્વારા વ્યક્તિગત જેલ મુલાકાત કરી દરેક આરોપીને વ્યક્તિગત મળી માહિતીની ખરાઈ કરી આરોપીને આઈડેન્ટિફાય કરવામાં આવ્યા હતા.
તે ડેટા આધારીત કમિટીની મિટિંગનું આયોજન તા.૧૫-૭-૨૪ના જિલ્લા અદાલતમાં ડીએલએસએના ચેરમેન એસ.વી. વ્યાસની અધ્યક્ષતામાં કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કલેક્ટર જી.ટી. પંડયા, સચિવ ડી.બી. ગોહિલ, નાયબ જિલ્લા પોલીસ અધિક્ષક એમ.એસ. પરમાર, સરકારી વકીલ એલ.આર. ચાવડા, જામનગર જિલ્લા જેલના ઈન્ચાર્જ વી.બી. સોલંકી હાજર રહ્યા હતા.
ઉપસ્થિત તમામ સભ્યો દ્વારા દ્વારકા જિલ્લાના જામનગર જેલ તથા રાજકોટ જેલમાં રહેલા આરોપીનું લીસ્ટ, તેના ગુન્હાની વિગત, તેનો ભૂતકાળ, કેસનું સ્ટેટસ, કેટલા સમયથી જેલમાં રહેલા છે તેની વિગત, અગાઉના તેમના પર રહેલા ગુન્હાઓ વગેરેની રેકોર્ડ આધારીત તપાસ આરોપી એનએએલએસએની જુદી જુદી ૧૪ કેટેગરીમાં સમાવેશ થાય છે કે કેમ તેની ચકાસણી કરાઈ હતી. મિટિંગના અંતે ૧૨ આરોપી કે જેઓ એનએએલએસએની જુદી જુદી ૧૪ કેટેગરીમાં સમાવેશ થતો હોય તેવા અન્ડર ટ્રાયલ આરોપીઓ જેલમુક્ત થાય તે માટે જુદા જુદા સૂચનો તથા રેકમેન્ડેશન કરાયું હતું. દ્વારકા જિલ્લામાં ડીએલએસએ દ્વારા પ્રો એક્ટિવ રોલ અદા કરી વહીવટી તંત્ર, પોલીસતંત્ર, જેલ ઓથોરિટી, પ્રોસીક્યુશન સાથે સંકલન કરી પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial