Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ખંભાળિયા તા. ૧૭: કલ્યાણપુરના ચુર ગામમાં ખેત મજૂરી માટે પરપ્રાંતમાંથી આવીને રહેતા એક પરિવારની દોઢ વર્ષની બાળકીને પરભવનો વેરી સર્પ દંશી જતાં આ બાળકી મોતને શરણ થઈ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચૂર ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા ખેરસિંગ અજનાર નામના પરપ્રાંતીય શ્રમિકની દોઢ વર્ષની પુત્રી પ્રિયંકા ગઈકાલે પિતા જ્યાં કામ કરતા હતા તે ખેતર પાસે રમતી હતી.
આ વેળાએ અચાનક જ ઝેરી સર્પ તે બાળકીને દંશ મારીને પલાયન થઈ ગયો હતો. ઝેરી અસર થવા લાગતા પ્રિયંકાને સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ બાળકીને ચકાસ્યા પછી મૃત્યુ પામેલી જાહેર કરતા તેણીનો પરિવાર હતપ્રભ બની ગયો છે. બનાવની જાણ થતાં પોલીસ ટીમ દોડી આવી હતી. હાલમાં ચોમાસાની ઋતુમાં દ્વારકા જિલ્લામાં સર્પદંશના બનાવો વધી રહ્યા છે ત્યારે ખેતી સાથે સંકળાયેલા લોકોમાં ભય પ્રસરી ગયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial