Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સર્ટિફિકેટ ઈસ્યુ કરાવવા માંગી હતી લાંચઃ
જામનગર તા. ૨૬: જામનગરની જી.જી. હોસ્પિટલ સ્થિત મેડિકલ બોર્ડના પટાવાળા સામે લાંચનો ગુન્હો નોંધાયા પછી તેની ધરપકડ કરાઈ હતી. જેલહવાલે રહેલા આ શખ્સે જામીનમુક્ત થવા કરેલી રેગ્યુલર અરજી અદાલતે નામંજૂર રાખી છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાંથી એક શિક્ષકે ફીટનેસ સર્ટિફિકેટ માટે અરજી કરી હતી. તેને સર્ટિફિકેટ આપવા માટે જી.જી. હોસ્પિટલ સ્થિત મેડિકલ બોર્ડના પટાવાળા અશોક ધીરૂભાઈ પરમારે રૂ.૪૫ હજાર લાંચ પેટે માંગ્યા હતા. તેમાંથી રૂ.૨૦ હજાર આપી દીધા પછી એસીબીમાં તેની ફરિયાદ કરવામાં આવતા અમરેલી એસીબી સ્ટાફે ગઈ તા.૭-૬-૨૪ના દિને છટકુ ગોઠવ્યું હતું.
છટકાના ભાગરૂપે રૂ.રપ હજાર સાથે રાખી ફરિયાદી જી.જી. હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાં રકમ સ્વીકાર્યા પછી છટકાની ગંધ આવી જતાં આરોપી અશોક પરમાર તે રકમ ફરિયાદીને પાછી આપી દઈ પાવડરવાળી નોટ પાણીમાં ધોવડાવી નાખી નાસી ગયો હતો અને રૂ.૨૦ હજાર પણ પાછા આપવાનું કહેતો ગયો હતો. એસીબીએ તેની સામે ગુન્હો નોંધ્યો હતો.
ત્યારપછી અશોક પરમારે આગોતરા જામીન મેળવવા કોર્ટમાં અરજી કરી હતી. તે અરજી અને હાઈકોર્ટમાં કરાયેલી અરજી રદ્દ થતાં આરોપીની ધરપકડ કરી લેવાઈ હતી. જેલહવાલે થયેલા આ શખ્સે જામીનમુક્ત થવા કોર્ટમાં અરજી કરતા તેની સામે જિલ્લા સરકારી વકીલ જમન ભંડેરીએ કરેલી દલીલ ગ્રાહ્ય રાખી અદાલતે આરોપીની રેગ્યુલર જામીન અરજી નકારી કાઢી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial