Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
'લાખના બાર હજાર' જેવો ઘાટઃ એક રૂપિયાનું પાણી રપ પૈસામાં!
ખંભાળિયા તા. ર૬: અર્થશાસ્ત્રનો સાદો નિયમ છે કે મીનીમમ દરે ભાવ વધારો વિકાસ માટે અનિવાર્ય છે, પણ ખંભાળિયા પાલિકામાં કંઈ ભાવ વધારો ટેક્સ વધારો થાય એટલે જુના જમાનાની માનસિકતાવાળા સદસ્યો તૂટી પડે ભાવ વધારો નહીં 'જનતા'ને તકલીફ થાય આ સ્થિતિમાં દસેક વર્ષથી કંઈ ભાવ વધારો ટેક્સ વધારો ના થતા સ્થિતિ અતિ ખરાબ થઈ ગઈ છે. તે ત્યાં સુધી કે જ્યારે ઘી ડેમમાંથી કે નર્મદામાંથી પાણી વેંચાતું લેવાય ત્યારે પાલિકા તેમની પાસેથી એક રૂપિયાનું પાણી લઈને પ્રજાને રપ પૈસામાં આપે! પાણીના એક ટેનકરના ભાવ એક દિવસના ૮૦૦-૯૦૦ છે, ત્યારે પાલિકા વર્ષોથી ૬૦૦ રૂપિયામાં આખું વર્ષ પાણી આપે છે. સ્થિતિ એટલી થઈ કે પાણી પુરવઠા બોર્ડ ખંભાળિયા તાલુકા પાસે પાણી વેંચાણના નવ કરોડની જંગી રકમ માંગે છે. આવી જ સ્થિતિ વીજ બીલની છે તેમાં પણ ૮૦ લાખ બાકી છે.
પાલિકા કર વધારતી નથી તો દ્વારકા જેવી નગરપાલિકા પાસે બાંધકામ રજા ચિઠ્ઠીની મોટી આવક છે. જેમાં ખંભાળિયા પાલિકાને બદલે ખાડા (ખંભાળિયા વિસ્તાર વિકાસ મંડળ) કરોડો લઈ જાય છે અને ખર્ચ પાંચીયું વિકાસમાં કરતું નથી.
હાલ જે વેરા વસૂલાત થાય છે તે પપ થી ૬૦ ટકા કે ૭૦ ટકા થાય તેની સામે તેનાથી ત્રણગણું ખર્ચ થાય છે, તો સ્વભંડોળમાં કરવેરામાં નોંધપાત્ર આવક નથી ભાડાપટ્ટામાં હાસ્યાસ્પદ ભાડા છે તે એટલે સુધી કે પછાત સલાયા નગરપાલિકા પણ વેરામાં ખંભાળિયાથી આગળ છે. રાવલ, દ્વારકા, ઓખા તમામ.
સવલતો જોઈએ છે-ટેક્સ ભરવો નથી
ખંભાળિયા તાલુકાની સ્થિતિ જોઈએ તો છેક જિલ્લા અધિકારીઓના ઘર સુધી સલાયા રોડ, ભાણવડ રોડ, પોરબંદર રોડ પર સ્ટ્રીટ લાઈટો નાખી છે તથા કચરાની ગાડીઓ પણ નિયમિત ગ્રામ પંચાયત વિસ્તારોમાં જાય છે. જેની સામે પાલિકામાં ના હોય તેવા વિસ્તારોમાં પણ નળના જોડાણો અપાયા છે. જેની સામે આવક નથી કેમ કે આ તમામ વિસ્તારો ગ્રામ પંચાયતોમાં છે જેથી ન.પા.ને ટેક્સ ભરવાનો થતો નથી.
થોડા સમય પહેલા પાલિકા વિસ્તારમાં ગ્રામ પંચાયતોને ભેળવવા માટે તત્કાલિન જિલ્લા કલેક્ટર અશોક શર્મા તથા ચીફ ઓફિસર ભરતભાઈ વ્યાસ દ્વારા ખાસ ઝુંબેશ ઊઠાવાઈ હતી, પણ તે હજુ આગળ વધ્યું નથી. વિકાસની ગ્રાન્ટો પુષ્કળ આવે પણ ખર્ચ ક્યાં કરવો તે મોટો સવાલ છે વિસ્તારો જ નથી. જો કે કટાક્ષમાં કહેવાય છે કે સારૂ છે કે રસ્તા નબળા બને છે એટલે નવા ત્યાં જ પાછા બની જાય.
એક મોટા ગામડા જેવી સ્થિતિમાં ફેરવાઈ ગયેલું ખંભાળિયા કરતા નાનકડા કેશોદ જેવા ગામો પણ સારી અને ઉત્તમ સ્થિતિમાં આ જિલ્લાના વડા મથકથી છે. ત્યારે સ્થાનિક નેતાઓ ઊંઘમાંથી જાગે તો આ પ્રશ્નો હલ થાય તેવું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial