Advertisement
Author: નોબત સમાચાર

માનહાનિ કેસમાં સાંસદ સંજય રાઉતને પંદર દિવસની જેલઃ રપ હજારનો દંડ

ભાજપ નેતા કિરીટ સોમૈયાના પત્નીએ કરેલા

મુંબઈ તા. ર૬: માનહાનિના એક કેસમાં શિવસેના (ઉદ્ધવ જુથ) ના સાંસદ સંજય રાઉતને ૧પ દિવસની જેલા થઈ છે. રપ હજારનો દંડ થયો છે. મુંબઈની અદાલતે આ કેસના આરોપોને સાબિત માનીને આ સજા સંભળાવી છે.

માનહાનિના કેસમાં શિવસેનાના સાંસદ સંજય રાઉતને ૧પ દિવસની જેલ અને રપ હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ શિવસેનાના સાંસદ (ઉદ્ધવ જુથ) સંજય રાઉત માનહાનિના કેસમાં દોષી સાબિત થયા છે. કોર્ટે તેને ૧પ દિવસની જેલની સજા ફટકારી છે. આ સાથે તેના પર રપ હજાર રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. ભાજપ નેતા કિરીટ સોમૈયાની પત્ની મેઘા કિરીટે રાઉત વિરૂદ્ધ કેસ દાખલ કર્યો હતો.

મેઘા સોમૈયાની અરજી પર મુંબઈની શિવરી કોર્ટમાં સુનાવણી થઈ હતી. કોર્ટે આ કેસમાં શિવસેનાના સાંસદને દોષિત ગણાવ્યા છે. વાસ્તવમાં રાઉતે મેઘા પર ૧૦૦ કરોડ રૂપિયાના ટોયલેટ કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. મેઘાએ રાઉતના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા હતાં અને કહ્યું હતું કે, રાઉતના તેમના પરના આરોપો પાયાવિહોણા અને અપમાનજનક હતાં.

આ મામલો વર્ષ ર૦રર નો છે. સંજય રાઉતે મેઘા સોમૈયા પર મુલુંડમાં શૌચાલય કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ લગાવ્યો હતો. આ પછી કિરીટ સોમૈયાએ સંજય રાઉતને આ આરોપના પુરાવા આપવા પડકાર ફેંક્યો હતો, પરંતુ જ્યારે સંજય રાઉતે કોઈ પુરાવા આપ્યા ન હતાં ત્યારે મેઘા સોમૈયાએ સંજય રાઉત વિરૂદ્ધ ૧૦૦ કરોડ રૂપિયાનો માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh