Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
દસ દિવસમાં બીજી ઘટનાઃ તોડફોડ સાથે પાઈપલાઈન તોડી નંખાઈ
વોશિંગ્ટન તા. ર૬: અમેરિકામાં ફરી મંદિર ઉપર હુમલો થયો છે અને તોડફોડ સાથે 'હિન્દુ પાછા જાવ'ના લખાણ લખાયા છે. કેલિફોર્નિયામાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરને બદમાશોએ અપવિત્ર કર્યું છે. મંદિરમાં તોડફોડ સાથે પાઈપલાઈન તોડી નાખી છે. અમેરિકામાં 'હિન્દુ ફોબિયા' વધી રહ્યો છે, ત્યારે બીએપીએસ એ શાંતિ માટે પ્રાર્થના કરી છે.
અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ ધર્મના ધર્મસ્થાન પર હુમલો થયો છે. છેલ્લા ૧૦ દિવસમાં આ બીજી વખત છે જ્યારે કોઈ હિન્દુ ધાર્મિક સ્થળ પર આ રીતે હુમલો કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, આ દરમિયાન સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ વિરોધી નારા પણ લખવામાં આવ્યા હતાં. બદમાશોએ લખ્યું હતું, 'હિન્દુઓ ગો બેક'. આ ઘટના કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં બની હતી.
બુધવારે કેલિફોર્નિયામાં બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુ વિરોધી સંદેશા લખવામાં આવ્યા હતાં. અમેરિકામાં આઠ દિવસમાં આ બીજી ઘટના છે. બીએપીએસ પબ્લિક અફેર્સે કહ્યું કે સેક્રામેન્ટોમાં તેમના મંદિરને 'હિન્દુઓ પાછા જાઓ'ના સંદેશ સાથે અપવિત્ર કરવામાં આવ્યું છે. બીએપીએસ એ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, 'શાંતિ પ્રાર્થના કરતી વખતે અમે નફરત સામે એકજુથ છીએ'.
આ પહેલા ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી. આ રીતે અમેરિકામાં હિન્દુ ધર્મ સામે વિરોધ વધી રહ્યો છે. હિન્દુત્વ એ અંગ્રેજી શબ્દ છે જેનો ઉપયોગ હિન્દુઓ પ્રત્યે દ્વેષને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. આને હિન્દુ ફોબિયા પણ કહી શકાય.
જો કે, બન્ને વચ્ચેનો તફાવત એ છે કે હિન્દુ ફોબિયાનો અર્થ છે અંતર બનાવવાનો વિચાર. તે જ સમયે હિન્દુ મિશિયાનો અર્થ તેમને નફતર કરવાનો છે. એક્સ પર સ્વામિનારાયણ મંદિર તરફથી આ હુમલાની માહિતી આપવામાં આવી છે. મંદિર તરફથી લખવામાં આવ્યું હતું કે, 'ન્યૂયોર્કના સ્વામિનારાયણ મંદિર પર ૧૦ દિવસમાં આ બીજો હુમલો છે, જ્યારે કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો.
આ દરમિયાન હિન્દુઓ પાછા જાઓ એવા નારા લગાવવામાં આવ્યા હતાં. અમે આ નફરત સામે એકજુઠ છીએ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.' સેક્રામેન્ટોની સ્થાનિક સંસ્થાએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. પ્રશાસનનું કહેવું છે કે માત્ર મંદિરમાં તોડફોડ કરવામાં આવી નથી, પરંતુ ત્યાંની પાઈપલાઈન પણ બદમાશો દ્વારા કાપી નાખવામાં આવી છે. આ તોડફોડ પછી મોટી સંખ્યામાં લોકો મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતાં. આ લોકોમાં સ્થાનિક સરકારી અધિકારી અને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સભ્ય સ્ટીફન ગાય ગન પણ સામેલ હતાં.
આ પહેલા ૧૬ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં મંદિર પર હુમલો થયો હતો. ત્યારે પણ મંદિરને નુક્સાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતાં. આ હુમલામાં ખાલિસ્તાનનો હાથ હોવાનું માનવામાં આવે છે. આ હુમલા અંગે પણ એવી જ શંકા છે. એટલું જ નહીં, ન્યૂયોર્કના મંદિરમાં પીએમ નરેન્દ્ર મોદી વિશે પણ વાંધાજનક વાતો લખવામાં આવી હતી. ન્યૂયોર્કમાં ભારતના કોન્સ્યુલેટ જનરલે આ ઘટનાઓની સખત નિંદા કરી છે. યુએસ કોંગ્રેસના ઘણા નેતાઓએ પણ આ હુમલાઓને કાયર અને દ્વેષપૂર્ણ ગણાવીને વખોડી કાઢી છે.
તેમણે કહ્યું કે અમેરિકામાં આવા હુમલા ચિંતા અને શરમજનક છે. સ્વામિનારાયણ મંદિરનું કહેવું છે કે, આવા હુમલા દર્શાવે છે કે કેવી રીતે હિન્દુઓ વિરૂદ્ધ નફરત ભડકાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial