Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે શખ્સે ખેડાણ શરૂ કરી દેતાં નોંધાયા લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ત્રણ ગુન્હાઃ
જામનગર તા. ૨૬: જામનગરના બે ભાનુશાળી આસામીઓની અને એક પટેલ આસામીની મેઘપર-પડાણામાં આવેલી બિનખેતી જમીનમાં મુંગણી ગામના એક શખ્સ તથા મૂળ ચેલાના એક શખ્સે દબાણ કરી લઈ બોર્ડ પણ મૂકી દીધા હતા. તેની અરજી કલેક્ટર સમક્ષ પહોંચ્યા પછી લેન્ડ ગ્રેબિંગ સમિતિએ તપાસ યોજી હતી. તેના અંતે આ બે શખ્સ સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ જુદી જુદી ત્રણ ફરિયાદ કરાઈ છે. આ શખ્સોએ કુલ ૯ હજાર ચોરસ મીટર જેટલી જગ્યામાં મૂકવામાં આવેલા પથ્થર ઉખેડી ફેંકી તેમાં ખેડાણ શરૂ કરી દીધુ હતું.
જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારની શેરી નં.૬૧ પાસે વસવાટ કરતા ભરતભાઈ પ્રભુભાઈ મુંજાલ નામના આસામીની લાલપુર તાલુકાના પડાણા ગામમાં રે.સ. નં.૧૩૯માં ૧૦ એકર અને ૩૦ ગુંઠા જેટલી જમીન આવેલી હતી. તે જમીન બિનખેતી કરાવવા માટે વર્ષ ૨૦૦૨માં લાલપુરના તાલુકા વિકાસ અધિકારી સમક્ષ અરજી કરાતા તે જમીનને ઔદ્યોગિક હેતુથી કરી આપવામાં આવી હતી.
તે જમીનમાં પ્લોટ નં.૨૦, ૨૧, ૩૬, ૩૦માં ૨૬૧૪.૫૧ ચો.મી. જગ્યામાં ભરતભાઈએ ડિમોક્રેશન પથ્થર મૂક્યા હતા. તે પથ્થરો ગયા જાન્યુઆરી મહિનામાં જામનગર તાલુકાના મુંગણી ગામના ભગીરથસિંહ ભૂપતસિંહ કંચવા તથા મૂળ ચેલાના ઈન્દ્રજીતસિંહ વિજય સિંહ ભટ્ટી નામના શખ્સોએ ઉખેડી નાખી ફેંકી દીધા હતા અને તે જગ્યામાં ખેડાણ શરૂ કરી દીધુ હતું. તે ઉપરાંત ભગીરથસિંહ કંચવાએ તે જગ્યામાં જાહેર ચેતવણી આપતું એક બોર્ડ પણ લગાડી દીધુ હતુંં તેની જાણ થતાં ભરતભાઈએ તપાસ કર્યા પછી કલેક્ટર કચેરીમાં અરજી કરી હતી. તેની તપાસ લેન્ડ ગ્રેબિંગ સમિતિમાં હાથ ધર્યા પછી તેમાં તથ્ય જણાઈ આવતા પોલીસ ફરિયા કર્યા પછી સૂચના આપવામાં આવી હતી. જેના પગલે ભરતભાઈએ ગઈકાલે મેઘપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પીઆઈ પી.ટી. જયસ્વાલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ બંને સામે ગુન્હો નોંધ્યો છે.
તે ફરિયાદ ઉપરાંત જામનગરના પવનચક્કી વિસ્તારમાં આવેલા બાવાવાડ નજીકના મોદીના વાડા પાસે રહેતા પ્રવીણભાઈ કાનજીભાઈ મુંજાલે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેઓએ જણાવ્યા મુજબ મુંગણી ગામના ભગીરથસિંહ ભૂપતસિંહ કંચવા તથા મૂળ ચેલાના ઈન્દ્રજીતસિંહ વિજય સિંહ ભટ્ટીએ પડાણા ગામમાં આવેલી તેમની ખેતીની જમીન વર્ષ ૨૦૦૨માં બિનખેતી થયા પછી તેઓએ પ્લોટ નં.૩૪, ૩૫, ૩૮માં સમાવિષ્ટ ૨૧૨૧.૦૨ ચો.મી.વાળી જગ્યામાં ડિમોક્રેશન પથ્થર લગાવ્યા હતા. તે પથ્થરો ઉખેડી નાખી ભગીરથસિંહ અને ઈન્દ્રજીતસિંહે તેમાં ખેડાણ કરી તેમની જમીન પચાવી પાડી હતી. તેઓની અરજી સંદર્ભે લેન્ડ ગ્રેબિંગ સમિતિએ તપાસ યોજ્યા પછી ફરિયાદ નોંધાવવાનો નિર્દેશ કર્યાે હતો.
ઉપરોક્ત બંને ફરિયાદો ઉપરાંત જામનગરના શિવમ્ પાર્ક નજીક વસવાટ કરતા અને ફોટોગ્રાફીનો વ્યવસાય કરતા સંજયભાઈ થોભણભાઈ સીતાપરા નામના આસામીની લાલપુર તાલુકાના પડાણા ગામમાં રે.સ.નં.૧૩૯માં ૧૦.૩૦ એકર ખેતીની જમીન આવેલી હતી. તેને બિનખેતી કરવાનો લાલપુરના ટીડીઓએ વર્ષ ૨૦૦૨માં હુકમ કર્યા પછી તેનંુ પ્લોટીંગ કરાયું હતું અને તેના પ્લોટ નંબર ૨૪, ૨૬, ૨૭, ૩૧, ૩૨, ૩૩માં આવેલી ૪૨૭૨.૬૬ ચો.મી. જગ્યામાં સંજયભાઈએ ડિમોક્રેશન પથ્થર લગાડ્યા હતા. તે પથ્થર ગયા જાન્યુઆરી મહિનામાં ભગીરથ સિંહ તથા ઈન્દ્રજીતસિંહે ઉખેડી ફેંક્યા હતા અને તેમાં ગેરકાયદે કબજો કરી ખેડાણ શરૂ કર્યું હતું તેમજ ચેતવણી આપતું બોર્ડ લગાવી દીધુ હતું. કલેક્ટર કચેરીમાં તેની અરજી સંજય ભાઈએ કર્યા પછી તપાસના અંતે લેન્ડ ગ્રેબિંગ સમિતિએ ફરિયાદ નોંધાવવા સૂચના આપી હતી. મેઘપર પોલીસ સ્ટેશનમાં ગઈકાલે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કરાઈ છે.
ઉપરોક્ત ત્રણેય ગુન્હાઓની નોંધ કરી જામનગર ગ્રામ્ય વિભાગના ડીવાયએસપી આર.બી. દેવધાને વાકેફ કરાતા તેઓએ તપાસનો ધમધમાટ શરૂ કર્યાે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial