Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લામાં વિવિધ માર્ગોને સુગમ બનાવવા માર્ગ-મકાન વિભાગની કામગીરી

ખંભાળિયા તા. ર૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા તમામ માર્ગોની મરામત કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. માર્ગો પર પડેલા ખાડાના કારણે નાગરિકોને હાલાકી ન પડે તે માટે કલેક્ટર જી.ટી. પંડ્યાના માર્ગદર્શનમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડામર પેચવર્ક સહિતની મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય રસ્તાઓને શહેર સાથે જોડતા રસ્તાઓ ઉપર પડેલા ખાડાની પેચવર્ક કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત શિવા કાટકોલાને સ્ટેટ હાઈ-વે સાથે જોડતા માર્ગ પર ખાડાઓમાં ડામર પેચવર્ક કરી મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh