Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલના ખારવાથી તમાકુમૂકત યુવાવર્ગ કાર્યક્રમનો પ્રારંભઃ જિલ્લામાં બે મહિના સુધી ચાલશે

રાજ્યના આરોગ્ય મંત્રીના હસ્તે વિસનગરથી લોન્ચીંગ

જામનગર તા. ૨૬: ધ્રોલ તાલુકાના ખારવા ગામે ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઈન ર.૦ અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લામાં યુવાનોને તમાકુ મુકત પેઢી તરફ પ્રોત્સાહિત કરવાના હેતુથી જિલ્લામાં બે મહિના સુધી જનજાગૃતિલક્ષી કાર્યક્રમો યોજાશે.

કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઈન ર.૦ નું ગુજરાત રાજ્યના આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ દ્વારા મહેસાણાના વિસનગરથી લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જેના અનુસંધાને જામનગર આરોગ્ય અધિકારી ડો. એચ.એચ.ભાયા અને અપીડેમીક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ ટોબેકો ફ્રી યુથ કેમ્પેઈન ર.૦ અંતર્ગત જામનગર જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ દ્વારા ધ્રોલ તાલુકાના ખારવા ગામમાં ગણેશ વિદ્યા સંકુલ શાળામાં કાર્યક્રમ યોજાયો હતો.

આ અભિયાનમાં યુવાનોને તમાકુ મુકત પેઢી તરફ દોરવા અને ખાસ કરીને તંદુરસ્ત અને ઉજળા ભવિષ્ય માટે પ્રોત્સાહિત કરવા માટેનું એક મજબૂત પગલું છે.

તમાકુ વ્યસનની દુનિયાનું પ્રથમ પગથિયું છે. ગ્લોબલ યુથ ટોબેકો સર્વે ર૦૧૯ પ્રમાણે, ગુજરાતમાં ૧૩-૧પ વર્ષની ઉંમરના લગભગ પ.૪ ટકા વિદ્યાર્થીઓ તમાકુનો ઉપયોગ કરે છે. ખાસ કરીને યુવાનો, જે મિત્ર દબાણ, જાહેરાતો,અને તમાકુ પ્રોડકટ્સની સરળ ઉપલબ્ધતા દ્વારા પ્રભાવિત થાય છે તે સૌથી વધુ સંવેદનશીલ ગ્રુપ છે.

ટોબેકો ફ્રી યૂથ કેમ્પેઈન ર.૦ કોટપા ર૦ર૩ ને ધ્યાનમાં રાખીને મુખ્ય ૪ વ્યૂહરચના પર આવનાર ૬૦ દિવસમાં જામનગર જિલ્લામાં ૬૦ જેટલી તમાકુ મુકત શૈક્ષણિક સંસ્થા, ર૦ જેટલા તમાકુ સ્મોક ફ્રી વિલેજ, ૧૬ જેટલી કોટપા ર૦ર૪ અને એકટની સખત અમલવારી માટે ઈન્ફોર્સમેન્ટ રેઈડ કરવી અને સોશ્યલ મીડિયાને સંલગ્નતા સર્જનાત્મક કૃતિઓ, સુત્રો અને કન્ટેન્ટેટ નિર્માણ તેમજ ડોકટરો સાથે સામૂહિક ટોક શો, સાક્ષાત્કાર અને શૈક્ષણિક વીડિયો સોશ્યલ મીડિયામાં શેર કરી જન જાગૃતિ ફેલાવવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh