Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ પંથકમાં પોલીસની ખોટી ઓળખ આપી નાણા પડાવનાર શખ્સ ઝડપાયો

તેના સાગરિતના પોલીસે દબાવ્યા સગડઃ

જામનગર તા. ૨૬: ધ્રોલ પંથકમાં પોલીસની ખોટી ઓળખ આપી બળજબરીથી નાણા પડાવી લેવાનો ગુન્હો નોંધાયો હતો. તેની તપાસમાં ધ્રોલ પોલીસે મોટા વાગુદળ ગામના એક શખ્સને પકડી પાડ્યો છે. તેના સાગરીતના સગડ દબાવાઈ રહ્યા છે.

ધ્રોલ પંથકમાં પોલીસની ખોટી ઓળખ આપી બે શખ્સે બળજબરી આચરી નાણા કઢાવી લીધા હોવાનો એક ગુન્હો નોંધાયો હતો. તેની તપાસ શરૂ કરાયા પછી ધ્રોલ પોલીસ સ્ટેશનના પો.કો. રવિરાજસિંહ ડી. જાડેજા, જગદીશભાઈ જોગરાણાને એક શખ્સ અંગે બાતમી મળી હતી.

તે બાતમીથી પીઆઈ એચ.વી. રાઠોડને વાકેફ કરાયા પછી પીએસઆઈ પી.જી. પનારા તથા સ્ટાફે જયદીપ પુંજાભાઈ લાબરીયા ઉર્ફે જયલા નામના મોટા વાગુદળ ગામના શખ્સને દબોચી લીધો છે. તેના સાગરિત માંડાભાઈ ભરવાડની શોધ યથાવત રાખવામાં આવી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh