Advertisement
Author: નોબત સમાચાર

સલાયામાં લોહાણા નવરાત્રિ સમિતિ દ્વારા ગરબી

લોહાણા મહાજન દ્વારા ૬૮ વર્ષથી ધામધૂમથી થાય છે ઉજવણીઃ

રાવલ તા. ર૪: સલાયા લોહાણા મહાજન સંચાલિત નવરાત્રિ ૬૮ વર્ષથી સંપૂર્ણ ધાર્મિક વાતાવરણમાં ઉજવાઈ છે. આ વર્ષે પણ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. આ ગરબીમાં દરરોજ બાળાઓ દ્વારા જુદાજુદા રાસ ગરબા યોજવામાં આવે છે. જેમાં દેશભક્તિ, સમાજ સુધારણા, બેટી બચાવો તેમજ સામાજિક રીતિરિવાજો વગેરેની ઝલક દેખાડતા જુદા જુદા રાસ દીકરીઓ દ્વારા કરવામાં આવે છે. આ ગરબીમાં આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો જોવા આવે છે.

આ ગરીબીની તૈયારી સલાયા લોહાણા નવરાત્રિ સમિતિ કરે છે. જેના પ્રમુખ તરીકે સુરેશભાઈ બારાઈ તેમજ ઉપપ્રમુખ તરીકે લાલજીભાઈ ભૂવા સેવા આપે છે. આ ગરબીમાં માતાજીનું મંદિર તેમજ ગરબો ચાંદીથી બનાવેલ છે. જામનગરની હરિદાસ ઋગનાથ બદિયાણીની નામાંકીત પેઢી દ્વારા વર્ષો પહેલા આ ગરબીને ચાંદીનો ગરબો ભેટ આપ્યો હતો. તેમજ આખું મંદિર જે ચાંદીથી મઢેલ છે. તે દાતાઓના સાથ સહકારથી બનેલ છે. આ ગરબીમાં ફિલ્મોના ગીત ઉપર રાસ રમવામાં આવતા નથી ફકત ધાર્મિક ગરબા માજ દીકરીઓ રાસ રમે છે.

ગરબીમાં સલાયા લોહાણા મહાજનના પ્રમુખ ભરતભાઈ લાલ તેમજ ઉપપ્રમુખ અરવિંદભાઈ ભાયાણી તથા લોહાણા મહાજનના કારોબારી સભ્યોના માર્ગદર્શન હેઠળ યોજવામાં આવે છે. અહીં આઠમના ઈશ્વર વિવાહ ગાવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ ગરબીની તૈયારીઓ અત્યારથી જ આરંભી દેવામાં આવી છે. જેમાં મહાજન વાડીમાં કામો મહાજન પ્રમુખ ભરતભાઈ લાલના પરિવારજનો તથા સમિતિના મેમ્બરો દ્વારા જાતે કરવામાં આવે છે. હાલ આ ગરબીમાં રહેવા ઈચ્છતી દીકરીઓના નામ મહાજનની ઓફિસે લખવામાં આવે છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh