Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રોજગાર અધિકારી દ્વારા સ્વચ્છતાના મહત્ત્વને સમજાવાયું
જામનગર તા. ર૬: જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જામનગર દ્વારા સ્વચ્છતા હી સેવા-ર૦ર૪ અંતર્ગત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જેમાં રેકર્ડ રૂમની વ્યવસ્થિત સાફ-સફાઈ અને ગોઠવણી, દરેક અલગ-અલગ ટેબલની વ્યવસ્થિત સાફ-સફાઈ, કચેરીની આજુબાજુ વરસાદના કારણે ઉગી નીકળેલ કાંટાળા વનસ્પતિઓની સાફ-સાફઈ કરીને કામગીરી હાથ ધરવામાં આવી હતી.
આ ઉપરાંત નકામું પ્લાસ્ટિક મટીરીયલ, કચેરીની લોબી, ભરતીમેળા માટેના ગ્રાઉન્ડની અને બેઠક વ્યવસ્થાની પણ સાફ સફાઈને લગતી કામગીરીઓ હાથ ધરવામાં આવેલ. આ તકે કચેરીના વડા અને રોજગાર અધિકારી, એસ.બી. સાંડપા દ્વારા સ્વચ્છતાના મહત્ત્વને સમજાવતું પ્રેરણારૂપ ઉદ્બોધન આપવામાં આવ્યેંેં હતું. તેમજ કચેરીના સમગ્ર સ્ટાફ દ્વારા કરવામાં આવેલી વિવિધ સ્વચ્છતા અને સફાઈને લગતા કામને બિરદાવવામાં આવ્યા હતાં.
ઉકત કાર્યક્રમમાં અત્રે કચેરીના રોજગાર અધિકારી, જુનિયર રોજગાર અધિકારી, સિનિયર કલાક, જુનીયર રોજગાર અધિકારી, સિનિયર કલાર્ક, જુનિયર કલાર્ક, કેરિયર કાઉન્સેલરઓ તેમજ સમગ્ર સ્ટાફ સાથે જોડાઈને સ્વચ્છતાની કામગીરીમાં સર્વે જોડાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial