Advertisement
Author: નોબત સમાચાર

ઈઝરાયલના આક્રમણથી હિઝબુલ્લાહનો અંત નજીકઃ રૂ. ૧૫૦૦ કરોડનો વરસાવ્યો દારૂ ગોળો

હિઝબુલ્લાહની ૯૦% લીડરશીપ, અડધોઅડધ લોન્સ પેડ, અડધી સૈન્ય તાકાત તબાહ

તેલ અવીવ તા. ર૬: ઈઝરાયલે ૧૫૦૦ કરોડનો દારૂગોળો વરસાવ્યો હોવાથી લેબનોના ૧૨ શહેરો ખંઢેર થયા છે. લેબનોનના ગાઝા જેવા હાલ થયા છે. હિઝબુલ્લાહના પ૦% રોકેટ લોન્ચ પેડ, ૬૦% અડ્ડાઓ નેસ્તનાબુદ કરી દેવાયા છે. હિઝબુલ્લાહની ૯૦% લીડરશીપ સ્વાહા થઈ છે. અડધી સૈૈન્ય શક્તિ તબાહ થઈ ગઈ છે. હવે માત્ર ૩ ટોચના લીડર બચ્યા છે.

ઈઝરાયેલી સેના જે રીતે લેબનોનમાં વવિનાશ મચાવી રહી છે તેનાથી સંકેત મળે છે કે, હિઝબુલ્લાહનો અંત ખૂબ નજીક છે. હિઝબુલ્લાહની હાલત ગાઝામાં હમાસ જેવી જ છે. માત્ર ચાર દિવસના ઓપરેશન દરમિયાન ઈઝરાયલે હિઝબુલ્લાહના ૯૦% નેતૃત્વને નષ્ટ કર્યુ છે. એટલું જ નહીં પરંતુ તેની અડધી લશ્કરી તાકાતનો પણ નાશ કર્યો છે. ઈઝરાયલને આટલી મોટી સફળતા એટલા માટે મળી કારણ કે, આઈડીએફએ એક દિવસમાં હિઝબુલ્લાહ પર ૧પ૦૦ કરોડ રૂપિયાની મિસાઈલોનો વરસાદ કર્યો છે. ઈઝરાયલના અકલ્પનીય હુમલામાં માત્ર હિઝબુલ્લાહની ટોચની નેતાગીરી જ ખતમ થઈ નથી, પરંતુ તેની લશ્કરી તાકાત પણ અડધી થઈ ગઈ છે.

ઈઝરાયેલ અને અમેરિકાનું કહેવું છે કે, ઓપરેશન નોર્ધન  એરોને કારણે હિઝબુલ્લાહનું અડધું લશ્કરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર નષ્ટ થઈ ગયું છે. ઈઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર તેણે ૧ દિવસમાં લેબનોનમાં ૧પ૦૦ કરોડ રૂપિયાની મિસાઈલ છોડી છે. આઈડીએફએ તેના અહેવાલોમાં કહ્યું છે કે, હવે હિઝબુલ્લાહના ટોચના નેતૃત્વમાં માત્ર ત્રણ લોકો જ બચ્યા છે, આ છે ચીફ હસન નસરાલ્લાહ, હિઝબુલ્લાહના દક્ષિણી મોરચાના કમાન્ડર અલી કરાકી અને બદર યુનિટનાા વડા અબુઅલી, હવે હિઝબુલ્લાહના નેતૃત્વમાં માત્ર આ ત્રણ લોકો જ બચ્યા છે. બાકીના ૧૮ લોકોને ખતમ કરી દેવામાં આવ્યા છે.

ઈઝરાયેલે હિઝબુલ્લાહની અડધી સૈન્ય શક્તિનો નાશ કર્યો છે. આઈડીએફ અનુસાર ત્રણ દિવસ પહેલા હિઝબુલ્લાહ પાસે ૧ લાખ ૪૦ હજાર રોકેટ અને મિસાઈલોનો ભંડાર હતો. પરંતુ ઈઝરાયેલે ભીષણ હુમલામાં હિઝબુલ્લાહના અડધા રોકેટ અને મિસાઈલોને નષ્ટ કરી દીધા છે. એટલે કે, લગભગ ૭૦ હજાર રોકેટ અને મિસાઈલ બળી ગયા છે. હવે હિઝબુલ્લાહ પાસે લગભગ ૭૦ હજાર રોકેટ અને મિસાઈલ બાકી છે.

આઈડીએફ દાવો કરે છે કે, તેણે હિઝબુલ્લાહના પ૦% હથિયારો, તેના લગભગ પ૦% રોકેટ લોન્ચ પેડ્સ અને તેના ૬૦% પાયાને કાટમાળમાં ફેરવી દીધા છે. એવું માનવમાં આવે છે કે, ઈઝરાયેલના હુમલાનો આગામી તબક્કો લેબનોનમાં શરૂ થવાનો છે. એટલા માટે ઈઝરાયેલી સૈન્ય દક્ષિણ લેબનોનને ખાલી કરી રહ્યું છે. આઈડીએફએ ફરીથી પત્રિકાઓ છોડી દીધી છે. જેમાં લોકોને શક્ય તેટલી વહેલી તકે દક્ષિણ લેબનોન છોડવા માટે કહેવામાં આવ્યું છે. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જિામન નેતન્યાહુએ લેબનોનના લોકોને અંતિમ ચેતવણી આપતા કહ્યું કે, જો લોકો હિઝબુલ્લાહને મિસાઈલ અને ગનપાઉડર પોતાના ઘરમાં રાખવા દેશે તો તેમના ઘરો ચોક્કસ બરબાદ થઈ થશે.

બીજી તરફ આઈડીએફ દ્વારા પડતી પત્રિકાઓને કારણે લેબનોનમાં હલચલ મચી ગઈ છે. આ સ્લિપ્સમાં એક ક્યુઆર કોડ છે, આઈડીએફએ કહ્યું છે કે, લોકોએ આ ક્યુ-આર કોડને તેમના ફોનથી સ્કેન કરવો જોઈએ, સ્કેન કર્યા પછી લોકોને ખબર પડશે કે ક્યો વિસ્તાર ખાલી કરવો અને ક્યાં જવું. પરંતુ હિઝબુલ્લાહએ લોકોને ક્યુઆર કોડ સ્કેન ન કરવાની અપીલ કરી છે. હિઝબુલ્લાહએ કહ્યું છે કે, આ પેજર હુમલા જેવું મોસાદનું ખતરનાક કાવતરૃં છે. જો બારકોડ સ્કેન કરવામાંઅ ાવશે તો લોકોના ફોન હેક થઈ જશે. તેમની માહિતી ઈઝરાયેલની સેના સુધી પહોંચશે. જેનો તે હુમલા માટે ઉપયોગ કરશે. લોકો ગભરાટ વચ્ચે દક્ષિણ લેબનોન છોડી રહ્યાં છે.

એવું માનવમાં આવે છે કે, હવે આઈડીએફ લેબનોનમાં પ્રવેશ કરશે અને હિઝબુલ્લાહ વિરૂદ્ધ ગ્રાઉન્ડ ઓપરેશન શરૂ કરશે. દેખીતી રીતે લેબનોન યુદ્ધ જે રીતે વિસ્તરી રહ્યું છે, તે સાબિત છે કે, અરેબિયામાં એક ભીષણ યુદ્ધ શરૂ થઈ ગયું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh