Advertisement
Author: નોબત સમાચાર

દેવભૂમિ દ્વારકા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો આવતીકાલે ખંભાળીયા માર્કેટ યાર્ડમાં યોજાશે

ગરીબ કલ્યાણ મેળાના સુચારૂ આયોજન અંગે બેઠકઃ

ખંભાળીયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૨૭ સપ્ટેમ્બરના ખંભાળીયા માર્કેટ યાર્ડમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાશે. ગરીબ કલ્યાણ મેળાના સુચારૃં આયોજન માટે કલેકટર કચેરી સભાખંડમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

જિલ્લાના જરૂરિયાતમંદ નાગરિકોને સરકારની અનેક જનકલ્યાણકારી યોજનાઓનો લાભ સુલભ બને અને લાભાર્થીઓને એક જ સ્થળ પરથી આ યોજનાઓનો લાભ મળી રહે તે હેતુથી તા. ર૭ સપ્ટેમ્બર, ર૦ર૪ ના ખંભાળીયા માર્કેટ યાર્ડમાં જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાનાર છે. આ કાર્યક્રમમાં વિવિધ સરકારી યોજનાઓ અન્વયે એક જ સ્થળ પરથી જ લાભ-સહાયનું વિતરણ કરાશે.

આ કાર્યક્રમ સુચારૂ રૂપે યોજાય તે માટે મળેલી બેઠકમાં સંબંધિત કચેરીઓને સોંપવામાં આવેલી ફરજ અને કામગીરી તથા કાર્યક્રમને લગતી તમામ વ્યવસ્થાઓનું આયોજન સુચારૂ રીતે થાય તે માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. કાર્યક્રમને સ્થળે પીવાનું પાણી, બેઠક વ્યવસ્થા, વિવિધ યોજનાકીય સ્ટોલ્સ, કાર્યક્રમના સ્થળે ટ્રાફિક નિયમન, વાહન પાર્કિંગ, કાયદો અને વ્યવસ્થાની જાળવણીની કામગીરી સહિતના મુદ્દાઓ અનુસંધાને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં પ્રાંત અધિકારી કે.કે. કરમટા, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી જે.ટી. પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી. ગોહિલ સિહત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh