Advertisement
Author: નોબત સમાચાર

ગંગામાં જિતિયા સ્નાન દરમિયાન બિહારમાં ૪૦થી વધુ લોકોના મોત

ઉત્સવની જગ્યાએ મરશીયા ગવાયાઃ માતમ

પટણા તા. ર૬: બિહારમાં જિતિયા સ્નાન માટે આસ્થાની ડૂબકી લગાવવા જતા બિહારમાં ૪૦ થી વધુ લોકોના મોત થયા છે.

દેશમાં ખાસ કરીને બિહારમાં ૩ દિવસ માટે જિતિયા વ્રતનો તહેવાર ઉજવવામાં આવે છે. આ દરમિયાન લોકો શ્રદ્ધાથી ગંગામાં ડૂબકી લગાવે છે. પરંતુ બુધવારે જિતિયા સ્નાન દરમિયાન અલગ-અલગ શહેરોમાં લગભગ પ૦ લોકો ડૂબી જવાની ઘટના સામે આવી છે. જેમાં ૪૦ થી વધુ લોકોના મોત થયા છે. એકલા ઔરંગાબાદમાં જ તળાવમાં ન્હાતી વખતે ૧૦ લોકોના મોત થયા હતાં. આ સિવાય ચંપારણ, સારણ, સિવાન, પટના, રોહતાસ, અરવલ, કૈમુરમાં પણ અકસ્માતો થયા છે. બિહાર સરકારે આ અકસ્માાતોની નોંધ લીધી છે અને તપાસના આદેશ આપ્યા  છે. લોકોને સાવચેતી રાખવાની પણ સલાહ આપવામાં આવી છે.

બારૂણ શહેરના ઈટહટ ગામ અને મદનપુર શહેરના કુશા ગામમાં આ અકસ્માત થયો હતો. કુશા ગામના તળાવ અને ઉન્થટ ગામમાંથી પસાર થતી બટાને નદીમાંથી ૪-૪ બાળકોના મૃતદેહો મળી આવ્યા હતં. મૃતકોની ઓળખ પંકજકુમાર (૮), સોનાલી કુમારી (૧૩), નીલમકુમારી (૧ર), રાખીકુમારી (૧ર), અંકુ કુમારી (૧પ), નિશા કુમારી (૧ર), ચુલબુલ કુમારી (૧૩), લાજો કુમારી (૧પ), રાશિ કુમારી (૧૮) તરીકે થઈ છે.

પૂર્વ ચંપારણ જિલ્લાના કલ્યાણપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઉપેન્દ્ર કુમાર યાદવનો ૮ વર્ષનો પુત્ર શૈલેષ કુમાર અને સંજયકુમાર યાદવની પ વર્ષની પુત્રી અંશુપ્રિયા સુનૌટી નદીમાં ડૂબી ગયા. પરસૌની ગામના રહેવાસી રણજીત સાહ, પત્ની રંજીતા દેવી (૩પ)  અને ૧ર વર્ષની પુત્રી રાજનંદાની કુમારી ડૂબી ગયા. હરસિદ્ધિ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના વિશુનપુરા ગામના બાબુલાલ રામના ૧૦ વર્ષના પુત્રનું ડૂબી જવાથી મોત થયું હતું. મનોજ પટેલના ૧૦ વર્ષના પુત્ર શિવમ કુમાર અને ખોભારી સાહના ૧૧ વર્ષના પુત્ર વિવેક કુમારનું ચંપારણના દાનિયાલ પરસૌના ગામમાં મૃત્યુ થયું હતું.

સારણ જિલ્લાના માંઝી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામ સબદારા રાધેશ્યામ સાહની ૧ર વર્ષની પુત્રી શોભા કુમારીનું અવસાન થયું. દાઉદપુર પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ભારવલિયા ગામમાં શ્રવણ પ્રસાદ સોનીના ૧૩ વર્ષના પુત્ર ગોલુ કુમારનું મૃત્યુ થયું હતું. સિવાન જિલ્લાના હુસૈનગંજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામના પકવાલિયા મુખિયા યાદવના પુત્ર શુભમ યાદવનું અવસાન થયું. શિવનારાયણ રાયની પુત્રી અંજલિ કુમારીનું પટના જિલ્લાના બિહટા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના અમાનાબાદ હલકોરિયા ચક ગામમાં અવસાન થયું હતું.

રોહતાસ જિલ્લાના દિનારા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના ગામમાં ૮ વર્ષના બાળકુનું ડૂબી જવાથી મોત થયું હતું. બખ્તારી સૂર્ય મંદિરના તળાવમાં ૮ વર્ષની બાળકી ડૂબી ગઈ. કૈમુર જિલ્લાના સોનહાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના તરહાની ગામમાં સોહનબિંદના ૧૦ વર્ષના પુત્ર રોહન બિંદનું મૃત્યુ થયું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh