Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ વર્ષે નવરાત્રિમાં પરંપરાગત-પ્રાચીન પોશાકનો ટ્રેન્ડ
દિવાળી એ ભારતનો સૌથી મોટો ઉત્સવ છે પરંતુ ગુજરાતનો સૌથી મોટો ઉત્સવ તો નવરાત્રિ જ છે. વિશ્વના સૌથી મોટા નૃત્યોત્સવનું બિરૂદ ધરાવતા નવરાત્રિ ઉત્સવમાં ગરબે ઘૂમવા ખેલૈયાઓ અને ખાસ કરીને યુવા વર્ગમાં અનેરો થનગનાટ હોય છે. વર્ષભર ખેલૈયાઓ નવરાત્રિની પ્રતિક્ષા કરતા હોય છે ત્યારે ગણતરીના દિવસો બાકી હોય નવરાત્રિના ગરબા માટેના પોશાકની બજારમાં 'દિવાળી' જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 'નોબત' દ્વારા ચણીયા ચોલી વિક્રેતાઓનો સંપર્ક કરી આ વર્ષના ટ્રેન્ડ અંગે માહિતી મેળવવામાં આવી હતી. નેહા'સ કલેક્શનવાળા નેહા ધવલ પાટલીયાના જણાવ્યાનુસાર ચણીયાચોલી તો એવરગ્રીન હોય તેની માંગ યથાવત છે ઉપરાંત આ વર્ષે વિન્ટેજ ઓર્નામેન્ટસ અને ડ્રેસના કોમ્બીનેશનનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. કે.કે. કલેક્શનના કૃપા લાલના જણાવ્યાનુસાર બેક લેસ, હોલ્ટર નેક તથા હેવી દુપટ્ટા અને અફઘાની જ્વેલરીનો ક્રેઝ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો છે. સ્ટાન્ડર્ડ રેન્જમાં ૨૦૦ રૂપિયાથી લઈ ૧૫૦૦ રૂપિયા સુધી અને પ્રીમિયમ રેન્જમાં અમૂક એથી પણ વધુ કિંમતે ડ્રેસીસ ભાડે મળી રહ્યા છે. ખેલૈયાઓ નવે નવ દિવસ નવા પોશાક સાથે ધૂમ મચાવવા મનગમતા ડ્રેસીસ બુક કરાવી રહ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial