Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાતમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં ચક્રવ્યૂહ જેવી જટીલ પ્રક્રિયાઃ ભારે પરેશાની

રાજ્ય આચાર્ય સંઘની શિક્ષણમંત્રીને રજૂઆતઃ બનાસકાંઠામાં 'અર્ધનગ્ન' વિરોધ

ખંભાળીયા તા. ર૬: ગુજરાતમાં વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ મેળવવામાં ભારે મુશ્કેલી પડી રહી છે. ચક્રવ્યૂહ જેવી જટીલ પ્રક્રિયાથી છાત્રો અને વાલીઓ પરેશાની ભોગવી રહ્યા છે. જેના કારણે સમગ્ર ગુજરાતમાં ભારે રોષ ફેલાયો છે.

શિષ્યવૃત્તિ મેળવવાનું ફોર્મ ભરવાનું તમામ ઓનલાઈન થયું છે. તેમાં ફાયદાાને બદલે વાલીઓ-છાત્રોને મોટું નુકસાનની સ્થિતિ થઈ છે. જાતિ પ્રમાણપત્ર માટે, આવકનો દાખલા માટે, ઈ કેવાયસી માટે બેંકમાં આધારકાર્ડ લીંક કરવા માટે પીએફએમએસમાં લીંક કરાવવા અને જો આધાર કાર્ડમાં ભૂલ હોય તો સુધારવા માટે વાલીઓ સતત પોતાનો કામધંધો, મુલી મજુરીએ જવાનું છોડીને આવા કામોમાં તાલુકા મથકે પોતાના સંતાન સાથે ધકકા ખાઈ ને કંટાળીને શિષ્યવૃત્તિ ન મળે તો કાંઈ નહીં તેવું જણાવે છે. કેમ કે તેઓ ચક્કામાં મલી મજુરી ગુમાવે અને સંતાન શાળાના અભ્યાસથી વંચિત રહે !! વળી ઓનલાઈન લીંકની કામગીરીમાં પણ સર્વર બંધ હોય ત્યારે ધક્કા વધારાના થાય છે!! સરકાર દ્વારા રેશનકાર્ડને બેંક એકાઉન્ટ સાથે જોડવાનો નિર્ણય કરાતા મુશ્કેલીઓ વધી છે!!

આચાર્યએ અર્ધનગ્ન થઈ-બેંકમાં વિરોધ કર્યો

નવા નિયમ પ્રમાણે શિષ્યવૃત્તિ હવે રોકડમાં ના ચુકવતા છાત્રોના બેંક એકાઉન્ટમાં જમા થયા છે ત્યારે બનાસ કાંઠાના ડીસાના ડાવસ ગામની ઉત્તર બુનિયાદી શાળાના ૧૩૦ છાત્રો માટે દેના બેંકમાં સતત વારંવાર જવા છતાં બેંક દ્વારા ખાતા ના ખોલી અપાતા શાળાના આચાર્ય જગદીશ પટેલ દ્વારા બેંકના મનસ્વી વર્તન સામે બેંકની અંદર શર્ટ ઉતારીને ધરણાં કરવા પડ્યાનો બનાવ બનતા સમગ્ર રાજ્યમાં વાલીઓમાં ભારે દેકારો મચી ગયો છે. ખંભાળીયામાં પણ બેંકોમાં છાત્રોનું ખાતું ખોલાવતા નાકે દમ આવી જાય છે અનેક બેંકોમાં ધક્કા ખાધા પછી ખાતું ખુલે છે!!

સમગ્ર રાજ્યમાં આ શિષ્યવૃત્તિના મુદ્દે ભારે દેકારો મચી જતા તથા વાલીઓ શાળાના આચાર્યોની વારંવાર ફરિયાદ પરથી ગુજરાત રાજ્ય આચાર્યાની વારંવાર ફરિયાદો પરથી ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુપ્રસાદ પટેલ, મહામંત્રી ભરતભાઈ ચૌધરી તથા અધ્યક્ષ જે.પી. પટેલ દ્વારા રાજ્યના શિક્ષણમંત્રી ડો. કુબેર ડીંડોરને રજુઆત કરીને ચાલુ વર્ષે ર૦ર૪-રપ માં છાત્રોની શિષ્યવૃત્તિમાં ઈકેવાયસીની કામગીરી શાળાઓને ના આપવા તથા ઓછા સ્ટાફમાં શિક્ષણ આચાર્ય આ કામમાં રોકાતા વિદ્યાર્થીઓનું ભણતર બગડે તેવું થતું હોય શાળા કક્ષાએ ચાઈલ્ડ ટ્રેડીંગ સિસ્ટમની ડેટા એન્ટ્રીને આધારરૂપ માનવા અને તેના પરથી જ છાત્રોના બેંક એકાઉન્ટમાં શિષ્યવૃત્તિની રકમ નાખીને આ ગંભીર પ્રશ્ન તાકીદે હલ કરવા માંગ કરાઈ છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh