Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સ્વાગતમ્ નવરાત્રિનું આયોજન

અઘોરી મ્યુઝિકના તાલે

જામનગર તા. ર૬: જામનગરમાં સમર્પણ હોસ્પિટલ પાછળ આવેલ વેજુમાં પાર્ટી પ્લોટમાં તા. ર૮-૯-ર૪ ના સ્વાગત્મ નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે.  જામનગર શહેરની શક્તિ સ્વરૂપા સ્ત્રી રત્નોની તેજસ્વીતાને વધાવી, ઉત્સાહભેર રાસ-ગરબાની રમઝટ બોલાવવાનું આયોજન સ્વાગતમ્ નવરાત્રિના માધ્યમથી કરવામાં આવ્યું છે.

'નોબત' દૈનિક અન્ય અનેક અગ્રણીઓના સૌજન્યથી યોજાનાર આ નવરાત્રિ ઉત્સવના કાર્યક્રમમાં ગુજરાતના જાણીતા હિપહોપ આર્ટીસ્ટ અઘોરી મ્યુઝિકના ધમાકેદાર પરફોમન્સ અને તેમના સંગીતના સથવારે રાસ ગરબા યોજાશે. આ સાથે નારી રત્નોનું સન્માન મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવશે.

આ નવરાત્રિમાં ભાગ લેવા માટેના પાસ માટે ચિત્રજ્ઞ પ્રોડકશન, ર૦પ-એ, ઈન્દ્રપ્રસ્થ કોમ્પ્લેક્ષ, પંચેશ્વર ટાવર રોડ, જામનગર (મો.નં. ૮૩૪૭૦ ૨૨૦૯૫)નો સંપર્ક કરવો. આયોજક વિધિ ભટ્ટના જણાવ્યા પ્રમાણે આ અનોખો કાર્યક્રમ આનંદ-ઉમંગ-ભક્તિ અને નારી શક્તિ સન્માનના ત્રિવેણી સંગમ સમાન બની રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh