Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
વડાપ્રધાનનો પૂણે પ્રવાસ રદ્: મહારાષ્ટ્રમાં પરિવહન, રેલવે વ્યવહાર, હવાઈસેવાઓ ઠપ્પ, શાળા-કોલેજો બંધ, લાખો લોકો અટવાયાઃ રેડ એલર્ટ
મુંબઈ તા. ર૬: મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં ભારે વરસાદે તબાહી મચાવી છે, અને પરિવહન, હવાઈસેવાઓ, જનજીવન ઠપ્પ થયું છે. ઘણાં વિસ્તારો જળમગ્ન થયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પૂણેનો પ્રવાસ પણ રદ્ કરાયો છે. મુંબઈમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે.
મહારાષ્ટ્રમાં ભારે વરસાદના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાની પૂણે મુલાકાત રદ્ કરી છે. મહારાષ્ટ્રના અનેક શહેરોમાં ભારે વરસાદના કારણે હાલાકી સર્જાય છે. રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાતા જનજીવન ઠપ્પ થયું છે. વડાપ્રધાન મોદી ગુરુવારે આ રાજ્યની મુલાકાત લેવાના હતાં, તેઓ પૂણે મેટ્રો ટ્રેનમાં શુભારંભ સાથે રૂ. રર,૬૦૦ કરોડની વિવિધ યોજનાઓનો શિલાન્યાસ કરવાના હતાં, જો કે ભારે વરસાદના કારણે આ નિર્ણય લેવો પડ્યો હતો.
અતિભારે વરસાદના કારણે પૂણે અને પિંપરી ચિંચવડમાં શાળાઓ-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મુંબઈ પોલીસે લોકોને સતર્ક રહેવા અને હવામાન વિભાગ દ્વારા જારી એલર્ટને ગંભીરતાપૂર્વક લેવા અપીલ કરી છે. રેલવે સેવાઓ પણ પ્રભાવિત થઈ છે. આઈએમડીએ પૂણે જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. નાગરિકોને કારણ વિના ઘરમાંથી બહાર ન નીકળવા અને સતર્ક રહેવા સલાહ આપી છે.
મહારાષ્ટ્રના મુંબઈ આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સાંજે પ વાગ્યે શરૂ થયેલા મુશળધાર વરસાદે આખા શહેરને હચમચાવી નાખ્યું હતું. લગભગ પાંચ કલાક સુધી ચાલેલા આ વરસાદે પાંચ લોકોના જીવ લીધા હતાં. વરસાદના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે અને ટ્રાફિકજામ થઈ ગયો છે. વરસાદના કારણે ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. મુંબઈની લોકલ મોડી ચાલી રહી છે. આ સિવાય મુંબઈ એરપોર્ટ પર પણ ઘણી ફ્લાઈટને ડાયવર્ટ કરવી પડી હતી.
મુંબઈ, થાણે અને રાયગઢમાં આ ભારે વરસાદને કારણે હવામાન વિભાગએ મહારાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટથી રેડ એલર્ટ જાહેર કરવું પડ્યું હતું. આ ચેતવણી આજે સવારે ૮-૩૦ વાગ્યા સુધી ચાલુ રહી હતી. વિદાય લેતા ચોમાસાએ મુંબઈની ગતિને બ્રેક મારી દીધી છે. માયાનગરી ફરી એકવાર પાણી પાણી બની છે. છેલ્લા ર૪ કલાકથી સતત વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રસ્તાઓ નદી બની ગયા છે. શાળા-કોલેજો બંધ કરી દેવામાં આવી છે. દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યું છે. ગત્ રાત્રિના વરસાદમાં કુલ પ લોકોના મોત થયા હતાં. વીજળી પડવાથી બે લોકોના મોત થયા છે.
મુંબઈમાં વરસાદની અસર બસ, લોકલ ટ્રેન અને એર સર્વિસ પર પણ જોવા મળી છે. પાટા પર પાણી ભરાઈ જવાને કારણે મોડી રાત્રે લોકલ ટ્રેનોની અવરજવર પણ અટકાવવી પડી હતી. ભારે વરસાદને કારણે મુંબઈના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. એરપોર્ટ રન-વે પર પાણી ભરાઈ જવાને કારણે ૧૪ ફ્લાઈટના રૂટ બદલવા પડ્યા હતાં. કરવામાં આવ્યું હતું.
મુંબઈમાં આકાશમાંથી આફત વરસી છે. ગઈકાલે રાત્રે સમગ્ર મુંબઈમાં મુશળધાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતાં. રસ્તાઓ પર અનેક ફૂટ પાણી ભરાયા છે. વરસાદે માયાનગરીની ગતિને બ્રેક લગાવી છે. વરસાદ એવા સમયે પડ્યો જ્યારે લોકો તેમના કામ પતાવીને ઘરે પરત ફરી રહ્યા હતાં. ભારે વરસાદના કારણે લોકો ફસાઈ ગયા હતાં. હવામાન વિભાગે આજે (ર૬ સપ્ટેમ્બર) માટે પણ રેડ એલર્ટ જાહેર કર્યું છે. આજે સવારે સ્થિતિ સામાન્ય હોવા છતાં ગુરુવારે શાળા-કોલેજો બંધ રહેશે. મહાનગરપાલિકાએ લોકોને ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. મુંબઈમાં સતત વરસાદને કાણે ઘણી જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. ઘાટકોપર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભારે ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ રેલવે ટ્રેક પર પાણી ભરાઈ ગયા છે. ઘાટકોપર રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ જોવા મળી હતી. આ ઉપરાંત માર્ગો પર પાણી ભરાવાના દૃશ્યો જોવા મળ્યા હતાં. પાણી ભરાઈ જવાને કારણે વાહનવ્યવહાર અવારનવાર ઠપ્પ થઈ ગયો હતો. અંધેરીમાં એક મહિલા મેનહોલમાં પડી, જેના કારણે તેનું મોત થયું. લગભગ એક કલાક સુધી ચાલેલા સર્ચ ઓપરેશન દરમિયાન મહિલા ૧૦૦ મીટર સુધી વહી ગઈ હતી. એક ફાયરમેને મહિલાને રસ્તા પરના ત્રીજા શેડમાંથી બહાર કાઢી. મુંબઈમાં એટલો વરસાદ પડ્યો કે સ્થળોએ ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા. રેલવે ટ્રેક પર પાણી ભરાવાને કારણે ઘણી જગ્યાએ લોકલ સેવાઓ પ્રભાવિત થઈ હતી. તે જ સમયે બેસ્ટની બસો અને ઓટો રિક્ષાઓ પણ ભાગ્યે જ દોડી શકે છે. દરમિયાન હવામાન વિભાગે ભારે વરસાદની ચેતવણી જારી કરી છે. બીએમીએ અત્યંત જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળવાની અપીલ કરી છે. ખરાબ હવામાનને કારણે આજે હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ રહી છે.
મુંબઈમાં હવામાન ખાતાએ ગુરુવાર સવાર સુધીનો રેડ એલર્ટ જાહેર કર્યો છે. આજે બપોર પછી શહેરમાં પરિસ્થિતિ એકાએક વણસી હતી. બપોરના એકાદ વાગ્યા આસપાસ ભાંડુપ, થાણે, મુલુંડમાં ભારે વરસાદ શરૂ થયો હતો. સાંજ સુધીમાં તો શહેરના અન્ય વિસ્તારો પણ ભારે વરસાદની ઝપેટમાં આવ્યા હતાં. એલબીએસ રોડ, ચેમ્બુર, મુલુંડ સ્ટેશન, ઘાટકોપર, દાદર, પરેલ, સાયન સહિતના વિસ્તારોમાં જોતજોતામાં પાણી ભરાઈ ગયા હતાં. સૌથી વધુ વરસાદ મુલુંડ વિસ્તારમાં નોંધાયો હોવાનું નાગરિકોએ જણાવ્યું હતું, જો કે માનખુર્દમાં રાતના આઠ વાગ્યા સુધીમાં જ નવ ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. તેના કારણે નિચાણવાળા વિસ્તારો જળબંબાકાર બની ગયા હતાં. રસ્તાઓ પર જાણે નદીઓ વહેતી હોય તેવા દૃશયો સર્જાયા હતાં. મુલુંડ અને ભાંડુપમાં તો દુકાનોમાં પણ પાણી ઘૂસ્યા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial