Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૨૬: ભૂજ-રાજકોટ વચ્ચે એક વધારાની ટ્રેન સેવા શરૂ થનાર છે. હકિકતે આ ટ્રેનની જામનગરને જરૂરિયાત છે કારણ કે જામનગર-કચ્છ માટે કોઈ રેલ સેવા ઉપલબ્ધ છે જ નહીં.
ભૂજ-રાજકોટ વચ્ચે એક સ્પે. ટ્રેન શરૂ થવા જઈ રહી છે જે કદાચ નવરાત્રિ અથવા દિવાળી પહેલા શરૂ થઈ શકે છે. ખરેખર આવકાર દાયક સેવા છે.
જામનગરના લોકોને હાલ ભૂજ તરફ માટે માત્ર ને માત્ર રોડ મારફત જ થઈ શકે છે. રેલવેની કોઈ સીધી સેવા ઉપલબ્ધ નથી. આથી રાજકોટ-ભૂજ વચ્ચે દોડાવાનારી ટ્રેનને હકીકતે જામનગર-ઓખા સુધી લંબાવવી જોઈએ તેવી માંગણી તેમ જામનગર પેસેન્જર એસો.ના માનદ મંત્રી ચંદ્રવદન પંડ્યાએ કરી છે. તેમના જણાવ્યા મુજબ ર૦ વર્ષ પહેલાં ભૂજ-રાજકોટ વચ્ચે ટ્રેન શરૂ થઈ હતી પરંતુ ચારેક માસથી સેવા પછી તે ટ્રેન બંધ થઈ ગઈ હતી. એમ પણ જાણવા મળે છે કે હાલ ભૂજ-ગાંધીનગર વચ્ચે હાલ ઈન્ટરસીટી ટ્રેન ચાલી રહી છે તે કદાચ બંધ કરવામાં આવે અને તેના સ્થાને આ ભૂજ-રાજકોટ વચ્ચે સ્પે. ટ્રેન શરૂ કરવામાં આવનાર છે તેમ જાણવા મળે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial