Advertisement
Author: નોબત સમાચાર

ભારતીય નાગરિકો લેબેનાનનો પ્રવાસ કરવાનું ટાળેઃ ઝડપભેર લેબેનાન છોડે

બેરૂત સ્થિત ભારતીય દૂતાવાસની કડક એડવાઈઝરી

બેરૂત તા. ૨૬: ભારતીય નાગરિકો આ દેશમાં જવાનું ટાળવા અને લેબેનાનમાં હોય તેને દેશ છોડવા બેરૂતના ભારતીય દૂતાવાસે કડક એડવાઈઝરી જાહેર કરી છે.

ઈઝરાયલ હમાસ યુુદ્ધનું કેન્દ્ર હાલ લેબનાન બની ચુકયું છે. છેલ્લા થોડા દિવસોથી ઈઝરાયલે હિઝબુલ્લાહ વિરૂદ્ધ મોર્ચો ખોલી દીધો છે. લેબનાનમાં ઈઝરાયલે હિઝબુલ્લાહના હજારો ઠેકાણાને નિશાન બનાવ્યા છે. હિઝબુલ્લાહ પણ પીછે હેઠ કરવાના ઈરાદામાં નથી.

ઈઝરાયલના સેના પ્રમુખ જનરલ હરજી હાલેવીએ કહ્યું છે કે હિઝબુલ્લાહના ઠેકાણાને નષ્ટ કરવા માટે હવાઈ હુમલા જારી રહેશે. જરૂર પડવા પર અમે સરહદ પાર જઈને જમીની કાર્યવાહી પણ કરીશું. અર્થ સ્પષ્ટ છે કે ઈઝરાયલની સેના લેબનાનની તરફ કૂચ કરવા માટે તૈયાર છે.

આ દરમિયાન લેબનાનમાં બેરૂત સ્થિત ભારતીય દૂતાવાસે બુધવારે એક એડવાઈઝરી જારી કરીને આગામી આદેશ સુધી ભારતીયોને લેબનાન યાત્રા ન કરવાની કડક સલાહ આપી છે. દૂતાવાસે પોતાની નોટીસમાં કહ્યું કે ૧ ઓગસ્ટ ર૦ર૪એ જારી કરવામાં આવેલી સલાહ અનુસાર ભારતીય નાગરિકોને આગામી સૂચના સુધી લેબનાનની યાત્રા ન કરવાની સલાહ આપવામાં આવે છે. લેબનાનમાં રહેતા ભારતીય નાગરિકોને ઝડપથી દેશ છોડવાની સલાહ આપી છે તથા લોકોને વધુ સાવધાની રાખવા તથા દૂતાવાસના સંપર્કમાં રહેવાની સલાહ પણ આપી છે.

સમગ્ર દુનિયાને ડર છે હવે લેબનાનમાં પણ યુદ્ધ છેડાઈ શકે છે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને પણ કહ્યું કે લેબનાનમાં યુદ્ધ છેડાઈ શકે છે. યુદ્ધ દરમિયાન તુર્કિયેએ યુદ્ધમાં લેબનાનની સાથે ઊભા રહેવાનું એલાન કર્યું છે. સ્થિતિની ગંભીરતાને જોતાં ભારતે લેબનાનમાં હાજર પોતાના નાગરિકોને તાત્કાલિક ત્યાંથી હટવા માટે કહ્યું છે. આ દરમિયાન બુધવારે ઈઝરાયલના તાજા હવાઈ હુમલામાં લેબનાનમાં પ૧ લોકો માર્યા ગયા છે અને રર૩ ઈજાગ્રસ્ત થયા છે. ઈઝરાયલી સરહદ નજીક વિસ્તારોથી લેબનાની નાગરિકોનું વિસ્થાપન ચાલુ છે. અત્યાર સુધી પાંચ લાખથી વધુ લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળોમાં શરણ લઈ ચૂક્યા છે. યુદ્ધની આશંકા વચ્ચે ત્યાંથી લોકો પલાયન કરી રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh