Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
બે મહિલા સહિત અગિયાર સામે નોંધાયો ગુન્હોઃ
જામનગર તા. ૨૬: જામનગરના દડિયામાં ગાયને તગેડવાની બાબતે એક યુવતી સહિત સાતે હુમલો કર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. સામા પક્ષે પણ એક મહિલા સહિત ચારે માર માર્યાની વળતી ફરિયાદ કરી છે. આ હુમલામાં ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
જામનગર-સમાણા રોડ પર આવેલા રણજીતસાગર નજીકના દડિયા ગામમાં વસવાટ કરતા લાલજીભાઈ રમેશભાઈ નંદાના માતા જયોત્સનાબેન સાથે ગઈકાલે સવારે ગાયને કાઢવાની બાબતે પાડોશી સુભાષ નંદાને બોલાચાલી થયા પછી સુભાષ તેમજ દીપાલીબેન સુભાષભાઈ અને ચિરાગ નંદા, સુનિલ નંદા, રોહિત નંદા, કરણ નંદા, પંકજ નંદાએ ગાળો ભાંડી હુમલો કર્યાે હતો. સુભાષે લાલજીભાઈ તથા જયોત્સનાબેનને પાઈપ ફટકાર્યા હતા. દીપાલીબેને છરી કાઢી સુભાષને આપતા સુભાષે તેનાથી પણ હુમલો કર્યાે હતો. જ્યારે બાકીના વ્યક્તિઓએ ધોકા તથા ઢીકાપાટુથી માર માર્યાે હતો. લાલજીભાઈ ફરિયાદ પરથી પોલીસે એક યુવતી સહિત સાત સામે ગુન્હો નોંધ્યો છે.
તે ફરિયાદની સામે દડિયા ગામના રોહિત ભાવેશભાઈએ વળતી ફરિયાદ નોંધાવી છે. જેમાં તેણે જણાવ્યા મુજબ જયોત્સનાબેન રમેશભાઈ, લાલા રમેશભાઈ, સાગર રમેશભાઈ તથા રમેશભાઈ નંંદાએ ચિરાગ તથા પંકજ સાથે બોલાચાલી કર્યા પછી હુમલો કરી માર માર્યાે હતો. પોલીસે આ ફરિયાદ પણ રજીસ્ટરે લીધી છે. બંને પક્ષના ઘવાયેલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial