Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ નજીકના ખેંગારકા પાસે ચેકડેમમાં ન્હાવા ઉતરેલા યુવાનનું ડૂબી જતાં મોત

જમ્યા પછી આંચકી આવતા યુવક મોતને શરણઃ

જામનગર તા. ૨૬: લાલપુરના ઈશ્વરીયા ગામના એક યુવાન ગઈકાલે ધ્રોલ નજીકના ખેંગારકા ગામ પાસે ચેકડેમમાં ન્હાવા માટે ઉતર્યા પછી ડૂબી જવાથી મોતને શરણ થયા છે. જ્યારે ખંભાળિયા નજીક નયારા કંપનીમાં બપોરે જમ્યા પછી એક પરપ્રાંતીય શ્રમિકને આંચકી આવી હતી અને સારવારમાં આ યુવાનનું મૃત્યુ નિપજ્યું હતું.

લાલપુર તાલુકાના ઈશ્વરીયા ગામમાં સુરેશભાઈ રાણાભાઈ પરમાર (ઉ.વ.૩૫) નામના યુવાન ગઈકાલે બપોરે ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામ તરફ જવાના રસ્તા પર આવેલા ચેકડેમમાં ન્હાવા માટે ઉતર્યા હતા. આ યુવાન કોઈ રીતે ઉંડાણવાળા ભાગમાં પહોંચ્યા પછી ડૂબી જતાં તેઓને બહાર કાઢી ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. મૃતકના મોટાભાઈ જગદીશ રાણાભાઈએ પોલીસને જાણ કરી છે.

લાલપુર તાલુકાના મેઘપર ગામમાં આવેલા રામદૂત નગરમાં વસવાટ કરતા મૂળ ઉત્તરપ્રદેશના રાહુલ શ્યામદેવ કુશવાહ (ઉ.વ.ર૧) નામના યુવાન ખંભાળિયા નજીક આવેલી નયારા કંપનીમાં નોકરી કરતા હતા. તેઓ ગઈ તા.૧૭ની બપોરે કંપનીની ડીસીવી કેન્ટીનમાં ભોજન લીધા પછી મિત્રો સાથે વાતચીત કરતા હતા. ત્યારે અચાનક જ આંચકી જેવું લાગતા આ યુવાન ધ્રુજ્યા હતા અને તે પછી પડી ગયા હતા. સારવારમાં ખસેડવામાં આવેલા આ યુવાનનું મૃત્યુ નિપજ્યું છે. મૃતકના મોટાભાઈ અજીત કુશવાહે પોલીસને જાણ કરી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh