Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રાજ્યના કેબિનેટ મંત્રી લક્ઝુરીયસ કારના બદલે ટ્રેનમાં જ મુસાફરી કરી રહ્યા છે!
જામનગર તા. ૨૬: ગુજરાતમાં ભારે વરસાદના કારણે રાજ્યના મોટાભાગના ધોરીમાર્ગો નબળા કામના કારણે પણ અત્યંત બિસ્માર હાલતમાં ફેરવાઈ ગયા છે. રાજ્યના માર્ગોમાં મસમોટા ગાબડાં પડી ગયા હોવાથી વાહનચાલકોને ભારે પરેશાની થઈ રહી છે. ઉબડખાબડ માર્ગ પર મોટરકારમાં અવર જવર કરવાના બદલે લોકો ટ્રેનની મુસાફરી પસંદ કરી રહ્યા છે.
આ બાબત માત્ર સામાન્ય લોકોને જ લાગુ પડતી નથી. ખૂદ રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી પણ ઉબડખાબડ માર્ગો પર (ભલે) લક્ઝુરીયસ મોટરકાર હોય, પણ હડદોલા ખાતા ખાતા મુસાફરી કરવાના બદલે અમદાવાદથી ટ્રેનમાં જ પ્રવાસ કરી રહ્યા છે. અમદાવાદથી વંદે ભારત કે અન્ય ટ્રેનમાં બેસવા સ્ટેશન સુધી મોટરકારનો ઉપયોગ થાય. જામનગર કે અન્ય સ્થળે સ્ટેશને ગાડી તેડવા જાય, ત્યાં મોટરકારમાં નાના પ્રવાસો કરી કાર્યક્રમોમાં હાજરી આપી, પાછા સ્ટેશને પહોંચી જાય, ત્યાંથી અમદાવાદ અને પછી કારમાં ગાંધીનગર જાય તેવી રીતે પ્રવાસના આયોજનો થયા છે અને થઈ રહ્યા છે.
જો કે આ કેબિનેટ મંત્રીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે પણ કારના બદલે ટ્રેનમાં અવરજવર કરે છે પણ આ અવર જવરમાં મંત્રી સાહેબની મોટરકાર અમદાવાદથી રાજકોટ-જામનગર જેવા સ્થળેથી આવવા તથા પરત જવામાં ખાલી ફેરા કરે છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial