Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં સૈનિક કલ્યાણ-પુનર્વસવાટ કમિટીની બેઠક

યોજનાકીય પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ થયું

જામનગર તા. ર૬: જામનગર જિલ્લા કલેક્ટર કચેરીમાં સૈનિક કલ્યાણ અને  પર્નવસવાટ સમિતિની બેઠક યોજાઈ હતી.

જામનગર ગ્રામ્યના પ્રાંત અધિકારી બ્રીજેશ કાલરિયાના અધ્યક્ષસ્થાને કલેક્ટર  કચેરીના સભાખંડમાં સૈનિક કલ્યાણ અને પુર્નવસાવટ સમિતિની ત્રિમાસિક  બેઠક યોજાઈ હતી. તેમજ હાલમાં સેવારત તથા પૂર્વ સૈનિકોની સમસ્યા  નિવારણ અંગેની બેઠકનું પણ આયોજન કરાયું હતું. આ બેઠકમાં નિવૃત્ત  જવાનોના પરિવારોને રાજ્ય સરકાર તરફથી મળતી માસિક આર્થિક સહાય,  દીકરી લગ્ન સહાય, સ્કોલરશીપ, અંતિમ ક્રિયા સહાય, યુદ્ધ જાગીર ભથ્થું  તથા કેન્દ્ર સરકાર તરફથી આપવામાં આવતી વિવિધ સહાયની વિગત  કચેરીના યોગેશ સોની, મુખ્ય કારકૂને પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનથી રજૂ કરી  હતી.

પૂર્વ સૈનિકો તથા મંડળો તરફથી મળેલા મુદ્દાઓ બાબતે પ્રાંત અધિકારી સાથે  વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં થયેલ ચર્ચા અનુસાર માસિક  આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયા સહાય પેટે ભૂતપૂર્વ  સૈનિકોના આશ્રીતોને રૂ. ૬ લાખથી વધુની સહાય ચૂકવાઈ છે. આ ઉપરાંત  જિલ્લા સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ અધિકારી જામનગરના કમાન્ડર  સંદીપ જયસ્વાલ (નિવૃત્ત) એ 'સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ' અંગેની  વિગતો આપતા જણાવ્યું હતું કે, તા. ૧-૪-ર૦ર૪ થી તા. ૩૧-૮-ર૦ર૪  સુધીમાં ર૧ પરિવારોને રૂ. પ,૬૪,રપ૦ ની માસિક આર્થિક સહાય, એક  પરિવારને રૂ. ર૭,પ૦૦ ની દીકરી લગ્ન સહાય તેમજ ૪ પરિવારોને અંતિમ  ક્રિયા સહાય પેટે રૂ. ૪૦,૦૦૦ ની એક મુલ રૂ. ૬,૩૧,૭પ૦ ની સહાય  આપવામાં આવી છે.

આ બેઠકમાં પ્રાંત અધિકારીએ પૂર્વ સૈનિકો તથા સ્વર્ગસ્થ સૈનિકોના  ધર્મપત્નીઓ અને તેઓના આશ્રિતોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સવલતો મળી રહે  તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપીને રાજ્ય સરકાર તરફથી લાગુ પડતી  તમામ સહાયના લાભો સમયસર રીતે લાગુ પડતા લાભાર્થીઓને મળી રહે તે  બાબતની કાર્યવાહી અગ્રતાના ધોરણે હાથ ધરવા સૂચન કરીને સર્વેને  માર્ગદર્શન આપ્યું હતું.

ઉક્ત સમીક્ષા બેઠકમાં ઈન્ડિયન આર્મી, ઈન્ડિયન નેવી અને ઈન્ડિયન એર  ફોર્સના અધિકારીઓ, હાલાર જિલ્લા માજી સૈનિક મંડળ, ઈન્ડિયન એરફોર્  એસોસિએશન જામનગરના પ્રમુખો તથા સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત  રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh