Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
હજુ ત્રણેક મહિના પહેલાં જ દ્વારકામાં મૂકાયા હતાઃ
ખંભાળિયા તા. ૨૬: દેવભૂમિ દ્વારકા ઈન્કમટેક્સ કચેરીના ઈન્સ્પેક્ટર રૂ.૩ હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા પછી ગઈકાલે રિમાન્ડની માગણી સાથે એસીબી ટીમે તેને અદાલતમાં રજૂ કર્યા હતા. અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આ અધિકારી ત્રણેક મહિના પહેલાં જ દ્વારકા મૂકાયા પછી લાંચના છટકામાં સપડાયા છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વસવાટ કરતા એક આસામીએ પોતાનું પાનકાર્ડ ખોવાઈ જતાં ઓનલાઈન અરજી કરી બીજુ પાનકાર્ડ કઢાવ્યું હતું. તે પછી જૂનું પાનકાર્ડ મળી જતાં નવું પાનકાર્ડ કેન્સલ કરાવવાની પ્રક્રિયા હાથ ધરી હતી.
તે માટે દ્વારકાની ઈન્કમ ટેક્સ કચેરીમાં સુનિલ અરવિંદભાઈ મીણા નામના ઈન્કમટેક્સ ઈન્સ્પેક્ટરનો સંપર્ક થયો હતો. આ અધિકારીએ રૂ.૧૦ હજારની પેનલ્ટી ન ભરવી પડે તે માટે આ આસામી પાસે રૂ.૩ હજાર લાંચ પેટે માંગ્યા હતા. તેની ફરિયાદ કરાતા એસીબીએ છટકુ ગોઠવી મંગળવારે આ અધિકારીને રંગે હાથ પકડી લીધા હતા.
તેની સામે ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુન્હો નોંધાયા પછી ગઈકાલે તપાસનીશ એસીબી પીઆઈ પી.એ. દેકાવડીયાએ તપાસનો દૌર સંભાળી આરોપી સુનિલ મીણાને પાંચ દિવસના રિમાન્ડની સાથે અદાલતમાં રજૂ કર્યાે હતો. અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.
વધુમાં જાણવા મળ્યા મુજબ આ અધિકારીને ત્રણ મહિના પહેલાં જ દ્વારકા ઈન્કમટેક્સ કચેરીમાં નિયુક્તિ મળી હતી. પરિવાર વગર જ ત્યાં રહેવા આવેલા આ અધિકારી ટૂંકાગાળામાં લાંચના છટકામાં ઝડપાઈ ગયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial