Advertisement
Author: નોબત સમાચાર

પોલીસદળમાં જોડાવા માંગતા ઉમેદવારો માટે રાજ્ય સરકાર યોજશે નિવાસી તાલીમ વર્ગો

ર૧ ઓક્ટોબર સુધીમાં ડોક્યુમેન્ટ્સ આપવાના રહેશેઃ

જામનગર તા. ર૬: પોલીસ દળમાં જોડાવા ઈચ્છુક ઉમેદવારો માટે ગુજરાત સરકાર દ્વારા નિવાસી તાલીમ વર્ગોનું આયોજન થનાર છે. તાલીમ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરીમાં આગામી તા. ર૧ ઓક્ટોબર સુધીમાં જરૂરી દસ્તાવેજો આપવાના રહેશે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ ર૦ર૪-રપ દરમિયાન પોલીસ દળ, આર્મી, એરફોર્સ, નેવી, અર્ધલશ્કરી દળો તથા પેરા મિલીટ્રી ફોર્સિસની ભરતી પૂર્વે શારીરિક, માનસિક ક્ષમતા માટેની પરીક્ષાલક્ષી નિવાસી તાલીમ યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. જે અંતર્ગત આગામી સમયમાં પોલીસદળમાં થનાર ભરતી માટે યુવાનો પોલીસ ભરતીમાં પાસ થઈ તેમના કૌશલ્યનો ઉપયોગ રાષ્ટ્રના નિર્માણના કામમાં થાય તે માટે ૩૦ દિવસની એક નિવાસી તાલીમ વર્ગનું આયોજન ટૂંક સમયમાં કરવામાં આવશે.

આ તાલીમમાં જોડાવવા ઈચ્છુક જામનગર જિલ્લાના ફક્ત પુરુષ ઉમેદવારોએ જિલ્લા રોજગાર કચેરી જામનગરને પોતાના તમામ શૈક્ષણિક લાયકાતના સર્ટીફિકેટ, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, જાતિનો દાખલો, બેંક પાસબુક, આધાર કાર્ડ, ૦ર પાસપોર્ટ સાઈઝના ફોટો સાથે તા. ર૧-૧૦-ર૦ર૪ સુધીમાં આપવાના રહેશે.

આ તાલીમ વર્ગ જામનગરમાં નિઃશુલ્ક (રહેવા જમવાનો ખર્ચ સરકારશ્રી દ્વારા ભોગવવામાં આવશે અને ૧૦૦ રૂપિયા સ્ટાઈપન્ડ પ્રતિદિન આપવામાં આવશે) યોજવામાં આવશે. આથી ૩૦ દિવસ રહેવાની તૈયારી સાથે આવવાનું રહેશે.

તાલીમમાં જોડાવવા માટેની શૈક્ષણિક લાયકાત જેમાં ધો. ૧૦ અથવા ધો. ૧ર મા કોઈપણ પ્રવાહમાં પાસ કરેલ હોવા જોઈએ. ઉંમર ૧૮ થી ર૮ વર્ષ તાલીમ વર્ગનો સમયગાળો ૩૦ દિવસ, શારીરિક યોગ્યતાના માપદંડો જેમાં ઊંચાઈ ૧૬ર સે.મી., વજન પ૦ કિલોગ્રામ, છાતી ફૂલાવ્યા વગર ૭૭ સે.મે. અને ફૂલાવેલ ૮ર સે.મી. હોવા જોઈએ. તાલીમનો અભ્યાસક્રમ જેમાં શારીરિક યોગ્યતા માટે ઊંચાઈ, વજન, છાતી તથા શારીરિક કસોટીઓ જેવી કે દોડ, લાંબો કૂદકો, પુલ અપ્સ અને લેખિત તાલીમ આપવામાં આવશે.

અગાઉ નિવાસી તાલીમમાં જોડાયેલ ઉમેદવારો આ નિવાસી તાલીમમાં જોડાઈ શકશે નહિં. ઉમેદવારનું તાલીમ માટેનું ફાઈનલ સીલેક્શન સંરક્ષણ ક્ષેત્રના નક્કી કરેલા શારીરિક માપદંડ મુજબ કરવામાં આવશે તેમ જામનગરની મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરીએ જણાવ્યું છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh