Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કાલાવડમાં ૮ મી.મી.: લાલપુરમાં છાંટાઃ
જામનગર તા. ર૬: હવામાન વિભાગની આગાહી મુજબ ગઈકાલે જામનગર જિલ્લાના બે તાલુકા પંથકમાં હળવો વરસાદ વરસ્યો છે, જો કે જિલ્લામાં અન્ય કોઈ તાલુકા મથકે વરસાદના વાવડ નથી, પરંતુ જામજોધપુરના શેઠવડાળામાં ધોધમાર દોઢ ઈંચ વરસાદ વરસી જતા પાણી વહેતા થયા હતાં.
હવામાન વિભાગ દ્વારા વરસાદની અગોતરા આગાહી કરવામાં આવી હતી. તે મુજબ ગઈકાલે જામનગરમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. પવનની સરેરાશ ઝડપ પણ વધુ રહેવા પામી હતી, જો કે ફક્ત બે તાલુકામાં હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતાં.
જેમાં કાલાવડમાં ગઈ સાંજે ૮ મી.મી. અને લાલપુરમાં ૩ મી.મી. વરસાદ થય હતો. એ સિવાય જિલ્લામાં અન્ય કોઈ તાલુકા મથકમાં વરસાદના વાવડ નથી, પરંતુ શેઠવડાળામાં ધોધમાર વરસ્યો હતો.
જામજોધપુર પંથકના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ થયો હતો જેમાં શેઠવડાળામાં ૩પ મી.મી. એટલે કે દોઢ ઈંચ જેટલો ધોધમાર વરસ્યો હતો, જ્યારે વાંસજાળિયામાં ૧૦ મી.મી. અને ધુનડામાં ૬ મી.મી. તથા પરડવામાં પાંચ મી.મી. તેમજ લાલપુરના ભણગોરમાં ૩ મી.મી. વરસાદના વાવડ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial