Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધુંવાવ, કાલાવડ, જામજોધપુરમાંથી વર્લીબાજ ઝડપાયાઃ
જામનગર તા. ૨૬: લાલપુરના ખટીયા પાસેથી બે શખ્સ ગંજીપાના કૂટતા ઝડપાયા છે. જ્યારે કાલાવડના હરીપર-મેવાસા ગામ પાસેથી ચાર શખ્સ તીનપત્તી રમતા પકડાયા છે. તે ઉપરાંત જામનગરના ધુંવાવ તેમજ જામજોધપુર, કાલાવડના ખડધોરાજીમાંથી અને કાલાવડ શહેરમાંથી પણ વર્લીના આંકડા લખતા શખ્સોને પોલીસે પકડી પાડી ગુન્હો નોંધ્યો છે.
લાલપુર તાલુકાના ખટીયા ગામથી કાલાવડ તરફ જતાં માર્ગ પર પાણીના ટાંકા પાસે ગઈકાલે બપોરે જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ઓસમાણ કાળુભાઈ રાઠોડ, બાલાભાઈ દેવાભાઈ પરમાર નામના બે શખ્સને પોલીસે રૂપિયા ૧,૩૫૦ સાથે પકડી પાડ્યા છે.
કાલાવડ તાલુકાના હરીપર મેવાસા ગામથી વડાળી ગામ તરફ જવાના રસ્તા તરફ ગઈકાલે બપોરે ગંજીપાના કૂટતા મુસાભાઈ અલારખા વીસળ, ઈબ્રાહીમ અલારખા હાલાણી, અમીન હાજીભાઈ હાલેપોત્રા, ફિરોઝ કારાભાઈ હાલેપોત્રા નામના ચાર શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા હતા. પટમાંથી રૂ.૫૬૩૦ કબજે કરવામાં આવ્યા છે.
કાલાવડ તાલુકાના ખડ ધોરાજી ગામમાં જવાના રસ્તા પર ગઈકાલે રાત્રે ઉભા રહી વર્લી મટકાના આંકડા લખતા વિજય રાજુભાઈ ચૌહાણ નામના શખ્સને પોલીસે ઝડપી લીધો હતો. તેના કબજામાંથી મોબાઈલ, રોકડ તેમજ જીજે-૧૦-ડીબી ૬૭૨૨ નંબરનું હીરો મોટરસાયકલ મળી આવતા પોલીસે તે કબજે કરી ગુન્હો નોંધ્યો છે.
જામનગર નજીકના ધુંવાવ હાઉસીંગ બોર્ડમાં હુસેની ચોક પાસે ગઈકાલે વર્લીના આંકડા લખતા અલ્તાફ રઝાક સુમરા નામના શખ્સને પંચકોશી એ ડિવિઝનના સ્ટાફે પકડી લીધો હતો. જ્યારે જામજોધપુરના પાટણ રોડ પરથી જયંતિભાઈ મગનભાઈ ઝીંઝુવાડીયા નામનો શખ્સ પણ વર્લીનું બેટીંગ લેતો મળી આવ્યો હતો.
કાલાવડમાં પીડબલ્યુડી સર્કલ પાસેથી રાજેશ પ્રભુભાઈ જોષી અને બસ સ્ટેન્ડ રોડ પરથી હાર્દિક બકુલભાઈ ભટ્ટ નામના બે શખ્સ વર્લીના આંકડા લખતા મળી આવ્યા હતા.
કાલાવડના ખડધોરાજી ગામના બસ સ્ટેન્ડ પાસેથી સાગર હરેશભાઈ મકવાણા નામનો શખ્સ વર્લીના આંકડા લખતો મળી આવ્યો હતો. તેની પાસેથી અજય, સુનિલ રાજુભાઈ ચૌહાણ નામના બે શખ્સના નામ મળ્યા છે. પોલીસે સાગરના કબજામાંથી રોકડ, મોબાઈલ, વર્લીના આંકડા લખેલી ચિઠ્ઠી કબજે લીધી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial