Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
કરોડોની ગ્રાન્ટ છતાં કામો નહીં થતાં સખળડખળઃ
ખંભાળીયા તા. ર૬: ખંભાળીયા પાલિકા વિસ્તારમાં કરોડોની ગ્રાન્ટ છતાં વિકાસ કાર્યો ન થતાં હોય તથા પાલિકાના સદસ્યો અને ચીફ ઓફિસર સાથે સંઘર્ષનો મુદ્દો તથા તાજેતરમાં સામાન્ય સભા કે જે સાતેક માસથી બોલાવાઈ નથી તે સભા બોલાવવા માટેની સંકલનની મિટિંગમાં પણ મોટી સંખ્યામાં સભ્યો ગેરહાજર રહેતા તથા આ મુદ્દે પાલિકાના હોદ્દેદારો તથા શહેર પ્રમુખ ભાજપ દ્વારા રાજ્યમંત્રી મૂળુભાઈ બેરાની ઉપસ્થિતિમાં આ મુદ્દે ચર્ચા સભ્યો તથા હોદ્દેદારોની સાથે રાખવાનું સૂચન કરાતા આજે બપોરે રાજ્ય મંત્રી દ્વારા ખાસ બેઠક આ પ્રશ્નોના નિરાકરણ અંગે રાખવામાં આવી છે. જેમાં ભાજપ અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે.
ખંભાળીયા ન.પા.ની મુદ્દત પૂરી થવાને હવે દોઢ વર્ષ જ બાકી છે. જનતાએ ગત ચૂંટણીમાં પાલિકામાં ર૮ માંથી ર૬ બેઠકો સાથે ભાજપને તોતીંગ બહુમતિ આપી હોવા છતાં વિકાસ કામો ન થાય ત્યારે નગરજનો અસંતોષ ફેલાય અને લોકોની અપેક્ષાઓ પૂર્ણ કરવામાં ન.પા.ના શાસકો નિષ્ફળ ગયા હોવાની સ્થિતિ થાય તેવી શકયતા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial