Advertisement
Author: નોબત સમાચાર

લાલપુરમાં મદદનીશ પોલીસ અધિક્ષક કચેરી કરાઈ કાર્યરતઃ એએસપી નિમાયા

આ કચેરી હેઠળ છ પોલીસ સ્ટેશન આવરી લેવાયાઃ

જામનગર તા. પઃ લાલપુરમાં એએસપી કચેરી કાર્યરત કરવામાં આવી છે. તે કચેરી હેઠળ લાલપુર ઉપરાંત અન્ય પાંચ પોલીસ મથકને આવરી લેવામાં આવ્યા છે.

લાલપુર શહેરમાં મદદનીશ પોલીસ અધિક્ષકની કચેરી કાર્યરત કરવામાં આવી છે. તે અધિકારીના અંતર્ગત છ પોલીસ સ્ટેશન આવરી લેવામાં આવ્યા છે.

જામનગર જિલ્લામાં આવેલા ૧૧ પોલીસ સ્ટેશન ઉપરની ગ્રામ્ય ડીવાયએસપી કચેરી જામનગર શહેરમાં કાર્યરત છે ત્યારે ગ્રામ્ય ડીવાયએસપી કચેરીનું વિભાજન કરી લાલપુર સબ ડિવિઝન કાર્યરત કરાયું છે. તે કચેરીમાં આઈપીએસ પ્રતિભા મેડમને એએસપી તરીકે નિયુક્તિ આપવામાં આવી છે.

આ ડિવિઝન હેઠળ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશન, લાલપુર, સિક્કા, મેઘપર, શેઠવડાળા અને જામજોધપુર પોલીસ સ્ટેશનનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તમામ છ પોલીસ સ્ટેશનનો કાર્યભાર એએસપી સંભાળશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh