Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ક્રિપ્ટો માર્કેટમાં 'બિટકોઈન'ની છલાંગઃ
ન્યુયોર્ક તા. પઃ ક્રિપ્ટો માર્કેટમાં છેલ્લા બે સપ્તાહના બ્રેક પછી ફરી પાછી તેજી પૂરજોશમાં આવી છે. આજે વહેલી સવારે બિટકોઈન ૧ લાખ ડોલરની રેકોર્ડ સપાટી કૂદાવી ૧,૦૩,૯૦૦ ડોલર થયો હતો. હાલ ૭.૪૭ ટકા ઉછાળે ૧,૦૧,રપ૮.૪૦ ડોલરની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો છે.
છેલ્લા એક વર્ષમાં દોઢ ગણુ રિટર્ન
ક્રિપ્ટો માર્કેટ ફરી એકવાર રિટર્ન મામલે શેરબજાર, ગોલ્ડ, કોમોડિટી માર્કેટને પાછળ પાડ્યા છે. છેલ્લા એક વર્ષમાં બિટકોઈનમાં દોઢ ગણું રિટર્ન છૂટ્યું છે. બિટકોઈન તેની વાર્ષિક લો ૩૮પર૧.૮૯ ડોલર સામે ૧૬૯.૭૧ ટકા વધી ૧,૦૩,૯૦૦.૪૭ ડોલરની ઐતિહાસિક ટોચે પહોંચ્યો છે.
ક્રિપ્ટોકરન્સીમાં ઉછાળા પાછળનું કારણ - એસઈસીના નવા અધ્યક્ષ પદે પોલ એટકિંસની નિમણૂકની સકારાત્મક અસર, પુતિને બિટકોઈન કે અન્ય વર્ચ્યુઅલ કરન્સી પર કોઈપણ પ્રતિબંધ ન લાદવાની જાહેરાત કરી, ક્રિપ્ટોના સમર્થક ડોનાલ્ડ ટ્રમ્પની શપથ વિધિ પહેલા જ રોકાણકારોએ રોકાણ વધાર્યું, બિટકોઈન ઈટીએફમાં છેલ્લા એક વર્ષમાં ૩ર અબજ ડોલરનું રોકાણ છે.
અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ પદે શપથ લીધા પહેલા જ ક્રિપ્ટો માર્કેટ પ્રત્યે સકારાત્મક ફેરફારો થતા જોવા મળ્યા છે. પોલ એટકિંસને એસઈસીના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. તેઓ ક્રિપ્ટો કરન્સી માટે સકારાત્મક નિર્ણયો લઈ શકે છે. અગાઉના ગેરી જેન્સલરે ડિજિટલ એસેટ પર આકરા નિયમો ઘડ્યા હતાં. વધુમાં ડોનાલ્ડ ટ્રમ્પની નિમણૂક ક્રિપ્ટો કરન્સી માટે અનુકૂળ છે.
પુતિનના નિર્ણયની અસર
રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મોસ્કોમાં આર્થિક મંચ પર જાહેરાત કરી કે, બિટકોઈન તથા અન્ય વર્ચ્યુઅલ કરન્સી પર કોઈ પ્રકારનો પ્રતિબંધ નહીં લાદે. વિશ્વના ટોચના નેતાઓમાં સામેલ પુતિનની આ જાહેરાતથી બિટકોઈનમાં તેજીનું ઘોડાપૂર આવ્યું છે. બીજી તરફ અમેરિકામાં ટ્રેડેડ બિટકોઈન ઈટીએફમાં આ વર્ષે રોકાણ અનેકગણું વધ્યું છે. છેલ્લા એક વર્ષમાં ૩ર અબજ ડોલરનું રોકાણ નોંધાયું છે. આ સાથે ક્રિપ્ટો કરન્સીની માર્કેટ કેપ ૩.૬૮ લાખ કરોડ ડોલરે પહોંચી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial