Advertisement
Author: નોબત સમાચાર

રાવલમાં ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા. ૮-ડિસેમ્બરે વિવિધ રોગ નિદાન કેમ્પ

કેમ્પમાં વિવિધ વિભાગોના તબીબો સેવા આપશે

ભાટીયા તા. ૫ઃ જામરાવલની સેવાભાવી સંસ્થાશ્રી ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી તા. ૮-૧૨-૨૦૨૪ (રવિવાર)ના સવારે ૧૦ વાગ્યાથી બપોરના ૧ વાગ્યા સુધી રાવલ નામની રણછોડદાસ ગોરધનદાસ હીંડોચા સરકારી હોસ્પિટલમાં વિવિધ રોગ નિદાન કેમ્પ યોજાશે જેમાં આર્થિક સહયોગ સ્વ. દયાળજીભાઈ કટણીયા (યુ.કે.) હ.દિપકભાઈ જટણીયા દ્વારા મળ્યો છે.

આ કેમ્પમાં ઓજસ આંખની હોસ્પિટલના ડો. ગરેજા ઉપરાંત વિવિધ વિભાગના ડોકટરો બીપીન એ. મહીડા, બેન્ની કાર્ડસો, સચિન મલ્લી, જીગ્નેશ લોઢારી, જય બદીયાણી, જાગૃતિ બી. જાદવ વગેરે તબીબી સેવા આપશે. કેમ્પ અંગેની વિશેષ માહિતી માટે ગિરિરાજ ચેરીટેબલ ટ્રસ્ટના વિનોદભાઈ ગોકાણી (૯૪૨૭૨ ૫૯૧૦૮) નો સંપર્ક સાધવો.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh