Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૃા. ૩૭૭૦૦ વળતરપેટે ચૂકવવા હુકમઃ
જામનગર તા. ૫ઃ જામનગરના વરણા ગામના એક આસામીએ પોતાના મિત્ર પાસેથી રૃા. ૩૭૭૦૦ હાથઉછીના મેળવી તેની પરત ચૂકવણી માટે ચેક આપ્યો હતો. તે ચેક પરત ફર્યાની કરાયેલી ફરિયાદ ચાલી જતાં અદાલતે આરોપીને એક વર્ષની કેદની સજા અને ચેકની રકમ મુજબનુ વળતર ભરપાઈ કરવા હુકમ કર્યો છે.
જામનગર જિલ્લાના વરણા ગામમાં રહેતા ભરતભાઈ બાબુભાઈ નિમાવત નામના આસામીએ તેમના મિત્ર ખીમગીરી કુવરગીરી ગૌસ્વામી પાસેથી રૃા. ૩૭૭૦૦ હાથઉછીના લઈ તે રકમની પરત ચૂકવણી માટે સુરતની એક બેંકનો ચેક આપ્યો હતો.
તે ચેક બેંકમાંથી અપુરતા નાણાં ભંડોળના શેરા સાથે પરત ફરતા ભરતભાઈને નોટીસ પાઠવ્યા પછી તેનો પ્રત્યુતર ન મળતા જામનગરની કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે કેસ ચાલી જતાં અદાલતે ફરિયાદીના વકિલની દલીલો ગ્રાહ્ય રાખી આરોપી ભરતભાઈ બાબુભાઈ નિમાવતને તકસીરવાન ઠરાવી એક વર્ષની કેદની સજા તથા રૃા. ૩૭૭૦૦ વળતર પેટે ચૂકવી આપવાનો હુકમ કર્યો છે. વળતર ચૂકવવામાં ન આવે તો વધુ મહિનાની કેદની સજા ફટકારવામાં આવી છે. ફરિયાદી ખીમગીરી કુવરગીરી તરફથી વકિલ નીતલ ધ્રુવ, ડેનીશા ધ્રુવ, પૂજા ધ્રુવ, આશીષ ફટાણીયા, ડી.એમ. જોશી, અલફાસ મુંદ્રા, અશ્વીન સોનગરા રોકાયા હતાં.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial