Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
યા અલી સોશ્યલ ફાઉન્ડેશન અને એસ.એમ.ડી-૨૬ નો કાર્યક્રમ સંપન્ન
જામનગર તા. ૫ઃ દેશની એકતા, અખંડીતા, સાર્વભોમત્વના રક્ષણ, કોમી એકતા, ભાઈચારા સાથે સેવા, યોગદાન આપવાના સંકલ્પ-પ્રાર્થના સાથે તા. ૩-૧૨-૨૪ ના દિ. પ્લોટ-૩૨, જામનગરમાં આ ખાસ કાર્યક્રમમાં ધાર્મિક, સામાજિક ક્ષેત્રે મૌલાના ફૈઝુલ હસન રઝવી બ્લોચ, મતવા મસ્જીદના ઈમામ અબ્દુલકાદર આરબ બાપુ, જાવીદ બાપુ, દરજાદા- (મીરા દાતા મસ્જીદ જામનગર તરીકે પારદર્શક શ્રેષ્ઠ સેવા), ભાજપ શહેર લઘુમતી મોરચા પ્રમુખ ઉમરભાઈ બ્લોચ, આસિફભાઈ દરજાદા, ઈમરાનભાઈ દરજાદા, સોફીયાનભાઈ દરજાદા, જાકીરભાઈ દરજાદા, બશીરભાઈ બ્લોચ, નુરૃદીનભાઈ દરજાદા, મકરાણી સમાજના સર્વાંગી વિકાસને તે આગળ ધપાવવા વિવિધ અખબાર માધ્યમમાં સમાજના સમાચારોને વાંચા આપનાર સેવાભાવી કાર્યકર મહમદભાઈ બ્લોચ (નોબત), કાસમભાઈ દરજાદા), ઈરફાનભાઈ દરજાદા, આબેદીનભાઈ ખુરેશી, આફતાબભાઈ દરજાદા, હુશેનભાઈ બ્લોચ અને મકરાણી સમૂહ શાદીમાં શ્રેષ્ઠ સેવા પ્રદાન કરનાર જાહીદાબેન, બ્લોચ, તસ્લીમબેન બ્લોચ, મહેજબીન દરજાદાનું શાલ ઓઢાડી અને મીરાં દાતાર મસ્જીદ- જામનગર સંચાલિત મદ્રેસાના કુલ-૨૬, દીની તાલીમ લેતા બાળકોને દીની- શૈક્ષણિક ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કીટ, રૃા. ૧૦૦ રોકડ ભેટ હાજી રફીકભાઈ દરજાદા, આશીફબીન છનીન, ઈમરાન બીન બાહીદાદ, માહીરભાઈ મસ્કતી વગેરે દ્વારા રોકડ મળેલ ભેટની રકમ મકરાણી સમાજના પ્રમુખ જાનમામદભાઈ બ્લોચ, અબ્બાસભાઈ બ્લોચ, હાજી યુસુફભાઈ દરજાદા, એડવોકેટ સલીમભાઈ બ્લોચ, જાહીદખાન અનવરખાન એડવોકેટ મીરાદાતાર મસ્જીદના પેશઈમામ અસલમ રઝવી, ઉમરભાઈ દરજાદા, (ઉમરબાપુ), યા અલી ફાઉન્ડેશનના પ્રમુખ નજીરભાઈ બ્લોચ, એસ.એન.ડી.- ૨૬ સોશ્યલ ફાઉન્ડેશનના પ્રમુખ વસીમભાઈ દરજાદા, ઉમરભાઈ બ્લોચ, મકરાણી તૃતીય સમુહ લગ્ન સમારોહ-૨૦૨૪ને સફળ બનાવવા મકરાણી સમાજના યુવા અગ્રણી ઈશરતભાઈ બ્લોચ, રહેમાનભાઈ બ્લોચ, મહમદ બાપુ સહીતના મહાનુભાવોના હસ્તે સન્માન કરવામાં આવેલ અને વિધવા- દિવ્યાંગ, નિરાધાર ૭ બહેનો તેમજ પ્રજ્ઞાચક્ષુ સહતનાને કુલ રોકડ રૃા. ૬૫૦૦ ની વિશ્વ દિવ્યાંગ દિવસે આ કાર્યક્રમમાં ભેટ આપવામાં આવેલ, હાજી કાદરભાઈ અલીયાબાડા, જાવીદબાપુ, ઉમરબાપુ દરજાદા (ખાદીમ) ઈશરતભાઈ બ્લોચ વિગેરે સમગ્ર ટીમનો પણ સહયોગ મળેલ.
કાર્યક્રમને સફળ બનાવવા યા અલી સોશ્યલ ફાઉન્ડેશન અને એસ.એમ.ડ.-૨૬ ના ગ્રુપના કાર્યકરો જહેમત ઉઠાવેલ હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial