Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
આ મામલો પ્રેમસંબંધનો હોવાની કરાઈ દલીલઃ
જામનગર તા. પઃ જામનગરના એક યુવતી સાથે ઈન્સ્ટાગ્રામ મારફત પરિચયમાં આવેલા એક શખ્સે પ્રેમસંબંધ બાંધી લગ્નની લાલચ આપી તેણી પર અવારનવાર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા કરેલી અરજી અન્વયે આરોપી પક્ષે કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે તેને જામીન પર મુક્ત કર્યાે છે.
જામનગરના એક યુવતીએ સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં થોડા સમય પહેલાં ફરિયાદ નોંધાવી તેમાં જણાવ્યું હતું કે શક્તિસિંહ જોરૃભા ચુડાસમા નામના શખ્સનો ઈન્સ્ટાગ્રામ સાઈટ પર સંપર્ક થયો હતો. તે પછી પરિચય આગળ વધતા શક્તિસિંહે તે યુવતીને લગ્નની લાલચ આપી જુદી જુદી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યું હતું.
આ શખ્સે ફર્નિચરની એક દુકાનમાં પણ તેણી પર દુષ્કૃત્ય ગુજાર્યાની કેફિયત ફરિયાદમાં અપાતા પોલીસે ગુન્હો નોંધી આરોપી શક્તિસિંહની ધરપકડ કરી હતી. આ આરોપીએ જામીનમુક્ત થવા અદાલતમાં અરજી કરી હતી. તે અરજી અન્વયે ફરિયાદ પક્ષ તથા તપાસનીશ અધિકારીએ વાંધો લીધો હતો. તેની સામે આરોપી પક્ષે દલીલ કરી હતી કે, ભોગ બનનાર યુવતી એજ્યુકેટેડ છે અને તેઓએ પ્રેમસંબંધની કબૂલાત પણ આપી છે. ત્યારે આ કિસ્સો પ્રેમસંબંધનો છે. તેને રેપના અન્ય કિસ્સાઓ સાથે જોડી શકાય નહીં.
અદાલતે બંને પક્ષની દલીલો સાંભળ્યા પછી આરોપી શક્તિસિંહને જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યાે છે. આરોપી તરફથી વકીલ રાજેશ ગોસાઈ, વિશાલ જાની, એચ.આર. ગોહિલ, રજનીકાંત નાખવા, નિતેશ મુછડીયા રોકાયા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial