Advertisement
Author: નોબત સમાચાર

રિલાયન્સ કંપનીના જનરલ મેનેજરની આગોતરા જામીન માંગતી અરજી ફગાવાઈ

કંપનીનો મોબાઈલ, લેપટોપ સાથે રાખી ગુટલી મારીઃ

જામનગર તા. પઃ જામનગર નજીક મોટી ખાવડી ગામ સ્થિત રિલાયન્સ કંપનીના એક અધિકારીએ કંપની દ્વારા ફાળવવામાં આવેલા લેપટોપ તથા મોબાઈલને સાથે રાખી ગુલટી મારી હતી. આ અધિકારી સામે વિશ્વાસઘાત કરવા અંગે ગુન્હો નોંધાયો છે. આ આરોપીએ આગોતરા જામીન મેળવવા કરેલી અરજી નકારી કાઢવામાં આવી છે.

જામનગર-ખંભાળિયા માર્ગ પર આવેલા મોટી ખાવડી ગામ સ્થિત રિલાયન્સ કંપનીમાં જનરલ મેનેજર તરીકે ફરજ બજાવતા હિતેશ નટુભાઈ સાપરીયા નામના અધિકારીએ કંપની દ્વારા ફાળવવામાં આવેલા લેપટોપ, મોબાઈલ ફોન પોતાની સાથે રાખી ગુટલી મારી હતી.

આ અધિકારીએ અંદાજે રૃા.૬૪,૪૧૧નો ઉપરોક્ત સામાન પોતાની સાથે લઈ જઈ કંપનીના અન્ય જવાબદાર વ્યક્તિને જાણ કરી ન હતી. તેથી તેની સામે પોલીસમાં ફરિયાદ કરાઈ હતી. પોલીસે વિશ્વાસઘાત અંગેનો ગુન્હો નોંધ્યો હતો.

આ આરોપીએ આગોતરા જામીન મેળવવા સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. તેની સામે ડીજીપી જમન ભંડેરીએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી અદાલતે આરોપી જનરલ મેનેજરની આગોતરા જામીન અરજી નકારી કાઢી છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh