Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
લોન ભરવા આપેલી રકમ પેઢીમાં જમા ન કરાવાઈઃ
જામનગર તા. ૫ઃ જામનગરના એક આસામીએ ખાનગી ફાયનાન્સ કંપની પાસે લોન મેળવ્યા પછી તે લોનની રકમથી વધુ રકમ એક આસામીને લોન ભરી આપવા ચૂકવી આપી હોવા છતાં તે આસામીએ આ રકમ ફાયનાન્સ પેઢીમાં ન ભરી અંગત ઉપયોગમાં લઈ લેતા પોતાની સાથે રૃા.૩૫ લાખ ૯૫ હજારની રકમ અંગે વિશ્વાસઘાત-છેતરપિંડી કરવા અંગે તે શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
જામનગરના ગોકુલનગર થી જકાતનાકા તરફના રોડ પર આવેલી બાલમુકુંદ સોસાયટીમાં રહેતા સુખદેવસિંહ પ્રવીણસિંહ જાડેજા તથા તેમના ભાઈએ એકાદ વર્ષ પહેલાં જકાતનાકા પાસે આવેલા મુકતા એસ્ટેટમાં રે.સ.નં.૧૪૦૮માં આવેલા પોતાના પ્લોટ નં.૩૧ પર રૃા.૨૫ લાખ ૧૦ હજારની હીરો હાઉસીંગ નામની ફાયનાન્સ પેઢીમાંથી લોન મેળવી હતી.
તેઓની અંદાજે ૧૩૭૭.૯૦ ચો.મી. જગ્યા પર લોન આપવામાં આવ્યા પછી તેનો ગોકુલનગર પાસે નવાનગર સોસાયટીમાં રહેતા મહેશભાઈ ભૂપતભાઈ ફલીયાએ રૃા.૫૫ લાખ ૧૧ હજારમાં વેચાણ કરાર કરાવ્યો હતો. તે લોન ભરવા માટે મહેશભાઈએ વાત કર્યા પછી વિશ્વાસમાં આવી ગયેલા સુખદેવસિંહે રૃા.૩૫ લાખ ૯૫ હજાર મેળવી લીધા હતા.
તે પછી લોન કરતા વધુ રકમ લઈને પણ મહેશભાઈએ પ્લોટ પર લેવામાં આવેલી હીરો ફાયનાન્સની લોન ભરપાઈ કરી ન હતી અને સુખદેવસિંહ પાસેથી મેળવેલી રકમનો અંગત વપરાશમાં ઉપયોગ કરી નાખ્યો હતો. તેથી આ પ્લોટનું નો-ડ્યૂ સર્ટિફિકેટ મળવા પામ્યું ન હતું અને સુખદેવસિંહના નામનો દસ્તાવેજ થતો ન હતો. આથી સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સુખદેવસિંહે ફરિયાદ નોંધાવી છે. પીએસઆઈ આર.ડી. ગોહિલે આઈપીસી ૪૦૬ હેઠળ મહેશભાઈ ભૂપતભાઈ ફલીયા સામે નોંધાયેલા ગુન્હાની તપાસ શરૃ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial