Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ધાર્મિક સ્થળોના દ્વારે રાતવાસો કરનારા ૧૧ ભિક્ષુકોને રેનબસેરામાં ખસેડાયા

મન૫ાની અટેટ શાખા તથા આસીડીએસની ટૂકડી દ્વારા

જામનગર તા. ૫ઃ જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા તેમજ આઈસીડીએસ શાખા દ્વારા શહેરના જુદા-જુદા ધાર્મિક સ્થળોના દ્વારે ઠંડીમાં સૂઈ રહેલા નાગરિકોને રક્ષણ આપવાના ભાગરૃપે સેલ્ટર હોમમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, અને ગઈ રાત્રે વધુ ૧૧ જેટલા ભિક્ષુકોને હાપા સેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતાં.

ગઈકાલે રાત્રે ભીડભંજન મહાદેવ મંદિરના દ્વારે તેમજ દાંડિયા હનુમાનના મંદિરના દ્વારે, ઉપરાંત બાલા હનુમાન મંદિર નજીક અને ડી.કે.વી. સર્કલ પાસે રાત્રિના સમયે ઠંડીમાં બહાર સૂઈ રહેલા ઘર વિહોણા નાગરિકોને સમજાવટ કરીને સીટી બસમાં બેસાડયા હતા અને તમામને હાપાના રેનબસેરામાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તમામ લોકો માટે ચા-પાણી નાસ્તો ભોજન રહેવા ઓઢવાની તમામ સુવિધા ઉપલબ્ધ કરાવી છે.

જામનગર મહાનગર પાલિકાના મ્યુનિ. કમિશનર ડી.એન. મોદી તથા અન્ય અધિકારીઓની ટીમ દ્વારા એસ્ટેટ શાખાના અધિકારી નિતીન દીક્ષીત ઉપરાંત સુનિલ ભાનુશાળી, અનવર ગજ્જણ, યુવરાજસિંહ ઝાલા, તથા આઈસીડીએસ શાખાની ટુકડી મારફતે શહેરમાં હજુ પણ આવા જુદા-જુદા ધાર્મિક સ્થળો સહિતની જગ્યાએ જો કોઈ નાગરિકો- ભિક્ષુકો ઠંડીમાં બહાર સૂઈ રહેલા હશે, તો તેઓને રેન બસેરામાં ખસેડવામાં વ્યવસ્થા કરવામાં આવશે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh