Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
અભિનેતા અલ્લુ અર્જુનને મળવા ભીડ બેકાબૂ થતાં પોલીસનો લાઠીચાર્જઃ
જામનગર તા. ૫ઃ નામાંકિત કલાકાર અલ્લુ અર્જનની ફિલ્મ 'પુષ્પા-૨' આજે રીલીઝ થઈત્યારે ટેકનિકલ કારણોસર આ ફિલ્મ અમૂક શહેરમાં રીલીઝ થઈ શકી ન હતી. તો હૈદરાબાદમાં ભાગદોડ-લાઠીચાર્જ થતા એક મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે ત્રણ પ્રેક્ષકો ઘાયલ થયા છે.
જામનગરમાં પણ ફિલ્મ રીલીઝ પ્રારંભે મુશ્કેલી સર્જાઈ હતી. આંધ્ર પ્રદેશના તેલંગાણામાં પુષ્પા-ર ફિલ્મનો ભારે ક્રેઝ જોવા મળ્યો છે. પ્રેક્ષકોએ ફિલ્મ રીલીઝ પહેલા જ ઉજવણી કરી હતી. ફટાકડા ફોડ્યા હતા. આમ થિયેટરની બહાર ફિલ્મ ચાહકોની ભારે ભીડ જોવા મળી હતી.
ખાસ કરીને હૈદરાબાદમાં અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પા-ર ના પ્રિમિયમ દરમિયાન નાસભાગ મચી જવા પામી હતી. આ દરમિયાન એક મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું. તેમજ અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા.
આ પછી ઘાયલોને તુરંત જ હોસ્પિટલમા લઈ જવામાં આવ્યા હતા. આ ફિલ્મનું પ્રિમિયમ અડધી રાત્રે યોજાયું હતું. ફિલ્મ કલાકાર અલ્લુ અર્જુન અને અભિનેત્રી રશ્મિકા મંદાના પણ હૈદરાબાદના આરટીસી ક્રોસ રોડ સ્થિત સંયા થિયેટરમાં પહોંચ્યા.
ત્યારે તેઓની એક ઝલક મેળવવા માટે મોટી સંખ્યામાં લોકો પણ થિયેટરે પહોંચ્યા હતા. આથી પ્રેક્ષકો મોટી સંખ્યામાં ઉમટી પડતા સ્થિતિ બગડી હતી. ત્યારે પોલીસે લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. ત્યારે નાસભાગ મચી જવા પામતા એક મહિલાનું મૃત્યુ થયું હતું.
દિલસુખનગરની રહેવાસી રેવતી (ઉ.વ.૩૯) તેના પતિ ભાસ્કર અને બે બાળકો શ્રીતેજ (ઉ.વ.૯) અને સાન્વિકા (ઉ.વ.૭) સાથે પુષ્પા-રના પ્રિમિયર શો જોવા માટે પહોંચી હતી.
પ્રેક્ષકોનું ટોળુ થિયેટરના ગેઈટમાં પ્રવેશતા જ રેવતી અને તેનો પુત્ર બેહોશ થઈ ગયા હતા અને ભીડમાં દબાઈ ગયા હતા. પ્રેક્ષક સંધ્યા બેહોશ થઈ હતી તેને સારવાર માટે દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યારે તેમને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આ ફિલ્મ આજે સવારે જામનગરમાં પણ થિયેટરમાં રીલીઝ થઈ હતી પરંતુ કોઈપણ ટેકનિકલ કારણોસર શો શરૃ થઈ શક્યો ન હતો. જો કે, મોડેથી મુખ્ય શો શરૃ થયો હતો. આ ફિલ્મનો શો સમયસર શરૃ ન થતા કેટલાક દર્શકોમાં રોષ જોવા મળ્યો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial