Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ટ્રકમાં આવેલા ચાર શખ્સ સામે કરાઈ ફરિયાદઃ
જામનગર તા. પઃ જામનગરના સિક્કા ગામમાં આવેલી દિગ્વિજય સિમેન્ટ કંપનીમાં મંગળવારે રાત્રે બેએક વાગ્યે લાઈમસ્ટોનનો જથ્થો ખાલી કરવા આવેલા ટ્રકમાં રહેલા ચાર શખ્સે ટ્રક ખાલી કર્યા પછી ત્યાં પડેલા ૫૦૦ કિલો વજનના લોખંડના ગર્ડર તથા સ્ક્રેપનો જથ્થો ટ્રકમાં ભરી લઈ તેને ચોરી જવાનો પ્રયાસ કરતા કંપનીના કર્મચારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર-ખંભાળિયા રોડ પર આવેલા સિક્કા ગામમાં ડીસીસી કંપનીમાં મંગળવારની રાત્રે જામજોધપુરના ધીરૃભાઈ લક્ષ્મણભાઈ ધવડ, લાલપુર તાલુકાના રીંઝપરના દેતાભાઈ આહિર, હુસેનભાઈ અને પ્રકાશભાઈ નામના ચાર શખ્સ જીજે-૩૭-ટી ૯૭૭૪ નંબરનો ટ્રક લઈને આવ્યા હતા.
આ શખ્સોએ કંપનીના પ્લાન્ટમાં ટ્રકમાંથી લાઈમસ્ટોન ખાલી કર્યા પછી ત્યાં પડેલા લોખંડના ગર્ડર તથા સ્ક્રેપના જથ્થાને ટ્રકમાં ભરી લેવાનો પ્રયાસ કર્યાે હતો. આ શખ્સોએ અંદાજે રૃા.૧પ હજારની કિંમત ના ૫૦૦ કિલો વજનના ઉપરોક્ત સામાનને ટ્રકમાં ભરી ત્યાંથી ચોરી જવાનો પ્રયત્ન કરતા ડીસીસી કંપનીમાં નોકરી કરતા ચેતનસિંહ હરભમજી જાડેજાએ સિક્કા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ચારેય શખ્સ સામે બીએનએસની કલમ ૬૨, ૫૪ હેઠળ ગુન્હો નોંધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial