Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ઉત્તાર-ચઢાવ વચ્ચે આજે
મુંબઈ તા. ૫ઃ આજે ભારતીય શેરબજારમાં તેજી જોવા મળી હતી અને સેન્સેકસ ૬૦૦ પોઈન્ટ વધ્યો હતો.
આજે સવારે શેરમાર્કેટમાં ખુલતી બજારે તેજી જોવા મળી હતી. ૩૦ માંથી ૧૯ કંપનીનાં શેર લીલા નિશાન સાથે ૯ કંપનીના શેર લાલ નિશાન સાથે ખુલ્યા હતાં. જયારે બે કંપનીનાં શેરના ભાવમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. તેવી જ રીતે નિફટી ૫૦માં ૨૫ કંપનીના શેર લીલા નિશાન, ૨૪ કંપનીનાં શેર લાલ નિશાન સામે ખુલ્યા હતાં. જયારે એક કંપનીના શેરમાં કોઈ ફેરફાર જોવા મળ્યો ન હતો. ઈન્ફોસેસનો શેર ૧.૦૪ ટકાના વધારા સાથે ટીસીએસ- ૦.૮૩ ટકા, બજાજ ફાઈનાન્સ ૦.૬૮ ટકા, રિલાયન્સ ઈન્ડ. ૦.૫૪ ટકા, ભારતી એરટેલ ૦.૩૪ ટકા, સહિતની આઈ.ટી. કંપનીના શેરના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો.
સવારે ૯ઃ૩૦ વાગ્યાની સ્થિતિએ સેન્સેકસ ૮૧૧૦૪ અંકે ૨૧૭ પોઈન્ટે અને નિફટી ૪૬ પોઈન્ટના વધારા સાથે ૫૪૫૧૪ અંકે ખુલ્યા હતાં.
બુધવારે માર્કેટમાં વધારો જોવા મળ્યા પછી ગુરૃવારે પણ તેજીનો દોર આગળ વધ્યો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial