Advertisement
Author: નોબત સમાચાર

જામનગરની યુવતી પર સગા બનેવીએ ચાર વર્ષ સુધી દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

અન્ય શહેરમાં નોકરી પણ કરવા દેતો ન હતોઃ

જામનગર તા. પઃ જામનગરના રણજીતસાગર રોડ પર આવેલી એક સોસાયટી માં મકાન ધરાવતા એક શખ્સે સતત ચાર વર્ષ સુધી પોતાની સગી સાળીને બ્લેકમેઈલ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. જામનગર શહેરના કેટલાક વિસ્તાર ઉપરાંત જુદા જુદા શહેરમાં તેણીને લઈ જઈ આ શખ્સે દુષ્કૃત્ય આચરવા ઉપરાંત તે યુવતીના ક્યાંય લગ્ન ન થાય તે માટે પણ કારસા કર્યા હતા અને અન્ય શહેરમાં આ યુવતી શાંતિથી નોકરી ન કરી શકે તે પ્રકારની પજવણી કરી હતી. પોલીસે નાસી છૂટેલા આ શખ્સના સગડ દબાવ્યા છે.

જામનગરના રણજીત સાગર રોડ પર આવેલી એક સોસાયટીમાં વસવાટ કરતા વેપારીએ ચારેક વર્ષ પહેલા પોતાની યુવાન સાળી પર કુદષ્ટી કર્યા પછી તેણીને ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું.

તે પછી પોતાની સાળીને  જામનગર શહેરના એક વિસ્તાર અને હાઈવે પર એક સ્થળે લઈ જવા ઉપરાંત અમદાવાદ અને અન્ય સ્થળોએ લઈ જઈ આ શખ્સે અવારનવાર દુષ્કર્મ ગુજારવાનું યથાવત રાખ્યું હતું. સાળીના લગ્નની ક્યાંયથી પણ વાત આવે તો જુદા જુદા બહાના કાઢી આ શખ્સ તેણીના લગ્ન થવા દેતો ન હતો અને બીજા શહેરમાં નોકરી કરવા ચાલી ગયેલી સાળીને ત્યાં પણ શાંતિથી નોકરી કરવા દેતો ન હતો. તેના કારણે નોકરીમાંથી પણ આ યુવતીને રૃખસદ આપી દેવામાં આવતી હતી.

આખરે બ્લેકમેઈલીંગથી કંટાળી ગયેલી યુવતીએ પોલીસ મથકે ધસી જઈ ફરિયાદ નોંધાવી છે. સિટી એ ડિવિઝન પોલીસે દુષ્કર્મ, બ્લેકમેઈલીંગ, ધમકી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી આરોપીની શોધ હાથ ધરી છે. હાલમાં નાસી છૂટેલા શખ્સના સગડ દબાવાઈ રહ્યા છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh