Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં લઘુતમ તાપમાન ૧૯.૮ ડીગ્રી

છેલ્લા ત્રણ દિવસમાં તાપમાન પ.૮ ડીગ્રી વધ્યુંઃ

જામનગર તા. પઃજામનગરમાં છેલ્લા ચોવીસ કલાકમાં પોણા ડીગ્રીથી વધુના વધારા સાથે ન્યુનત્તમ તાપમાન ૧૯.૮ ડીગ્રી નોંધાયું હતું. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં પ.૮ ડીગ્રીનો વધારો થતા ઠંડીમાં ઘટાડો થયો છે.

જામનગરમાં હાલ તાપમાનમાં વધારાનો દોર ચાલી રહ્યો છે. ગત્ તા. ર-૧ર-ર૦ર૪ ના લઘુતમ તાપમાન ૧૪ ડીગ્રી નોંધાયું હતું. જેમાં અત્યાર સુધીમાં પ.૮ ડીગ્રીનો વધારો થયો છે. જો આજે સવારે પૂરા થતાં ચોવીસ કલાકની વાત કરીએ તો લઘુતમ તાપમાનનોપારો પોણા ડીગ્રીથી વધુ ઊંચકાયને ૧૯.૮ ડીગ્રીએ પહોંચી ગયો હતો. તેમજ અડધા ડીગ્રીના વધારા સાથે મહત્તમ તાપમાન ર૯.પ ડી નોંધાયું હતું. તાપમાનમાં થઈ રહેલા વધારાના પગલે ઠંડીમાં પણ ઘટાડો થયો છે.

નગરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૯ ટકા ઘટીને પ૯ ટકા રહ્યું હતું. પવનની ગતિ વધીને પ્રતિકલાકની સરેરાશ ર૦ થી રપ કિ.મી.ની રહેવા પામી હતી.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh