Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એએચટીયુએ શરૃ કરી શોધખોળઃ
જામનગર તા. પઃ જામજોધપુરના ગીંગણી ગામમાં ખેતમજૂરી માટે આવીને રહેતા રાજસ્થાનના એક શખ્સે પાંચેક મહિના પહેલાં એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની પોલીસમાં ફરિયાદ થઈ હતી. આ ગુન્હાનો આરોપી હાલમાં નાસતો ફરતો હોય. પોક્સો કોર્ટે તેની સામે વોરંટ ઈસ્ય કર્યું છે.
જામજોધપુર તાલુકાના ગીંગણી ગામમાં રમેશભાઈ નામના ખેડૂતની વાડીમાં મજૂરી કામ માટે આવીને રહેતા મૂળ રાજસ્થાનના બાસવાડા જિલ્લાના ઉપલા ઘંટાલા ગામના કલ્પેશ શંકરભાઈ નીનામા નામના શખ્સે એક સગીરાનું અપહરણ કરી તેણી પર દુષ્કર્મ ગુજાર્યાની જે તે વખતે પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.
તે આરોપીની પોલીસ દ્વારા શોધખોળ કરાતી હતી. તે દરમિયાન જામનગરની ખાસ પોક્સો અદાલતે આરોપી સામે સીઆરપીસીની કલમ ૭૦ હેઠળ વોરંટ ઈસ્ય કર્યું હતું. તે વોરંટની બજવણી માટે જામનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમ પીઆઈ વાય.જે. વાઘેલાના વડપણ હેઠળ તપાસમાં જોતરાઈ છે. આ શખ્સ અંગે કોઈને જાણકારી હોય તો તેઓએ ૬૩૫૯૬ ૨૭૮૭૩ અથવા ૯૭૧૪૯ ૭૩૯૬૦નો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial