Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
એક જ વર્ષમાં ૭૩૦ જવાનોએ કરી આત્મહત્યાઃ પપ હજારથી ૫ણ વધુ સૈનિકોએ વીઆરએસ લીધુ અથવા રાજીનામું આપ્યું
નવી દિલ્હી તા. પઃ સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ જેવા અર્ધલશ્કરી દળોના જવાનોમાં આત્મહત્યા કરવાની પ્રવૃત્તિ વધી છે. કામના લાંબા કલાકો અને ખૂબ જ ઓછી ઊંઘની મુશ્કેલી જેવી બાબતોને કારણે સૈનિકો માત્ર આત્મહત્યા જ નથી કરી રહ્યા, પરંતુ તેમની સેવા પૂરી થાય તે પહેલા જ સ્વૈચ્છિક કિવૃત્તિ પણ લઈ રહ્યા છે.
ગૃહમંત્રાલયે ગુરુવારે રાજ્યભરમાં જણાવ્યું કે આ વર્ષે ૭૩૦ જવાનોએ આત્મહત્યા કરી છે. પપ,૦૦૦ થી વધુ સૈનિકોએ કાં તો રાજીનામું આપ્યું છે અથવા વીઆરએસ લીધું છે.
કેન્દ્ર રસકારના અહેવાલમાં જણાવાયું છે કે મોટાભાગના સૈનિકો અંગ કારણોસર આત્મહત્યા કરી રહ્યા છે. સીએપીએફ કર્મચારીઓમાં આત્મહત્યાના વધતા જતા બનાવોના કારણો શોધવા માટે રચવામાં આવેલી ટાસ્ક ફોર્સે જણાવ્યું હતું કે આત્મહત્યા કરનારા ૮૦ ટકાથી વધુ લોકોનું મૃત્યુ રજા પરથી ઘરેથી પરત ફર્યા પછી થયું છે. આત્મહત્યાના કારણોમાં જીવનસાથી અથવા કુટુંબના સભ્યનું મૃત્યુ, વૈવાહિક વિખવાદ અથવા છૂટાછેડા, નાણાકીય મુશ્કેલીઓ અને બાળકો માટે અપૂરતી શૈક્ષણિક તકોનો સમાવેશ થાય છે.
ગૃહમંત્રાલયે કહ્યું કે આ સમસ્યાના સમાધાન માટે એ સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે કે સૈનિકોને તેમના પરિવાર સાથે સમય પસાર કરવા મળે. સૈનિકોને ૧૦૦ દિવસની રજા આપવાની નીતિ અપનાવવામાં આવી છે. ૪ર,૭૯૭ સૈનિકોએ આ રજા નીતિનો ઉપયોગ કર્યો છે. આ વર્ષે ૬,૩૦ર કર્મચારીઓએ ઓક્ટોબર સુધી તેમના પરિવારો સાથે ૧૦૦ દિવસની રજા ગાળી છે.
ગૃહમંત્રાલયે ટાસ્ક ફોર્સને કેન્દ્રિય સશસ્ત્ર પોલીસ દળો અને આસામ રાઈફલ્સમાં આત્મહત્યાની પ્રવૃત્તિને રોકવા માટે સુધારાત્મક પગલાં લેવા જણાવ્યું છે. સૈનિકોની ફરિયાદો જાણવા અને તેમની સમસ્યાઓના નિરાકરણ માટે અધિકારીઓને નિયમિત સંપર્કમાં રહેવા માટે કહેવામાં આવ્યું છે. સૈનિકોના ફરજના કલાકો એ રીતે ગોઠવવા કે જેથી પૂરતો આરામ મળી રહે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial