Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ-જોડિયા તથા ખંભાળિયા પંથકમાં બાવન લાખ ઉપરાંતની ઝડપાઈ વીજચોરી

સ્થાનિક અધિકારીઓની ૩૭ ટૂકડીએ હાથ ધર્યું ચેકીંગઃ

જામનગર તા. પઃ જામનગર જિલ્લાના ધ્રોલ, જોડિયા તથા દેવભૂમિ દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા તેમજ સલાયા પંથકમાં ગઈકાલે કરવામાં આવેલા વીજ ચેકીંગમાં રૃા.૫૨ લાખ ૧પ હજારની વીજચોરીનું ડીટેક્શન થયું છે.

જામનગરની સ્થાનિક પીજીવીસીએલ કચેરી દ્વારા વીજચોરી ડામવા માટે શરૃ કરવામાં આવેલી ચેકીંગ કાર્યવાહી અંતર્ગત ગઈકાલે સ્થાનિક અધિકારીઓના વડપણ હેઠળની ૩૭ ટૂકડીએ જામનગર જિલ્લાના ધ્રોલ તથા જોડિયા તાલુકામાં અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકા તેમજ સલાયાની બાજુના ગામોમાં વીજ ચેકીંગ હાથ ધર્યું હતું.

આ ટૂકડીઓએ સ્થાનિક પોલીસના ર૭ જવાન અને ૧૦ એક્સ આર્મીમેનને સાથે રાખી હાથ ધરેલી ચેકીંગ કાર્યવાહીમાં ૪૩૯ વીજજોડાણ ચકાસ્યા હતા. જેમાંથી ૬૮ જોડાણમાં ગેરરીતિ મળી આવતા તેના ધારકોને રૃા.૫૨ લાખ ૧પ હજારના પુરવણી બીલ ફટકાર્યા છે.

 

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh